ગુજરાત આમ આદમી પાર્ટી ના 27 કોર્પોરેટરો સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટાઇ આવ્યા હતા. ગત અઠવાડિયે તેમાંથી પાંચ કોર્પોરેટરોએ અગમ્ય કારણોસર ભારતીય જનતા પાર્ટીનો BJP ખેસ પહેરી લીધો હતો જેને લઇને આમ આદમી પાર્ટી Aam Admi Party દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા સુરત મહાનગરપાલિકાના કમિશનર ને પત્ર પાઠવીને કહેવાયું છે કે, અમારા ચૂંટાયેલા સભ્યો દ્વારા જે પક્ષ પલટો કરવામાં આવ્યો છે તે ગેરબંધારણીય છે અને ગુજરાત સ્થાનિક સ્વરાજ ના નિયમ અનુસાર પક્ષપલટો કરનાર સભ્યો ગેરલાયક ગણવામાં આવે છે અને આ કાયદા ના સેક્શન હેઠળ જો કોઈ સભ્ય સ્વેચ્છાએ કોઈપણ અન્ય પાર્ટીમાં જોડાઈ જાય છે તો તે સભ્ય પદથી ગેરલાયક ઠરે છે.
વિરોધ પક્ષ નેતા ધર્મેશ પણ ભંડેરી Dharmesh Bhanderi અને આમ આદમી પાર્ટીના સ્ટેટ સેક્રેટરી જયદીપ પંડ્યાએ આવેદન આપીને સુરત મ્યુનિસિપલ કમિશનરને જી.પી.એમ.સી એક્ટ અનુસાર આ પાંચ કોર્પોરેટર તાત્કાલિક પણે તમામ ગતિવિધિઓ થી દુર થવા જોઈએ જે એક કોર્પોરેટર કરી શકતા હોય.
આમ આદમી પાર્ટી દ્વારા આપ પક્ષપલટો કરનાર પાંચ કોર્પોરેટરના નામ ની યાદી પણ આપવામાં આવી છે. જેમાં ભાવનાબેન ચીમનભાઈ સોલંકી, રૂતા ચિરાગભાઈ દુધાગરા જે હવે રૂતા કે કાકડીયા તરીકે ઓળખાય છે, મનિષાબેન જગદીશભાઈ કુકડીયા, જ્યોતિકા બેન વિનોદભાઈ લાઠીયા અને વિપુલ ધીરુભાઈ મોવલિયા નો સમાવેશ થાય છે.
આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા સુરતના ડેપ્યુટી કમિશનરને આવેદન આપવામાં આવ્યું હતું. વિરોધ પક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સુરત મનપા કમિશનર આજે રજા પર હોવાથી તેઓએ આ આવેદન ડેપ્યુટી કમિશનર અને પાઠવ્યો છે અને તેઓએ ખાતરી આપી છે કે, કાયદાકીય રીતે નિયમ અનુસાર જે કાર્યવાહી થતી હશે તે કરવામાં આવશે. વધુમાં ભંડેરીએ જણાવ્યું કે લોકોના મત અને વિશ્વાસ સાથે છેડા કરનાર આ વ્યક્તિઓના કોર્પોરેટર પદ ભ્રષ્ટ કરવામાં આવશે તો સમાજમાં દાખલો બેસશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.