દક્ષિણ ગુજરાતમાં આવેલા બારડોલીના માંડવી પાસે રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ચાર લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે છ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
અકસ્માત થતાં ટ્રક રોડની બાજુમાં આવેલી ખાડીમાં ખાડામાં ખાબક્યો હતો. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. જ્યારે ખાડામાં ફસાયેલા ટ્રકને જેસીબીની મદદથી બહાર કઢાયો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બારડોલીના માંડવીના હરિયાલ ગામ પાસે આજે ગુરુવારે સવારના સમયે ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોના મોત થયા હતા જ્યારે છ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
માંડવી-કીમ રાજ્ય ધોરી માર્ગ ઉપર થયેલા ગમખ્વાર અકસ્માતની જાણ થતાં તડકેશ્વર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. સ્થળ ઉપર પહોંચીને પોલીસે મૃતકોના પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથધરી હતી.
અકસ્માત બાદ ટ્રક રોડની બાજુ ઉતરી ગઇ હતી. જેને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી.