હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદ પણ આવી રહ્યો છે. વરસાદને કારણે ઘણીવાર મુશ્કેલીઓ સર્જાતી હોય છે. તેમજ ટ્રાફિકજામ પણ થતો હોય છે. એને લઈને જ હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.
રાજસ્થાન પર ‘અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ’ સક્રિય થવાને લીધે જ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદને લીધે જનજીવનને પણ ખુબ માઠી અસર થઈ રહી છે.સુરત-અમદાવાદને જોડતાં નેશનલ હાઈ-વે નંબર 48 પર ભારે ટ્રાફિકજામ સર્જાયો છે.
અંક્લેશ્વર તેમજ કોસંબાની વચ્ચે રસ્તા પર પાણી ફરી વળવાની સાથે જ ઓવરબ્રિજની નીચે રસ્તાનું કામ ચાલતું હોવાથી રસ્તો બ્લોક થવાની સ્થિતિ સર્જાયેલી છે. જેનાંથી બન્ને બાજુ અંદાજે કુલ 10 કિલોમીટર જેટલી વાહનોની ખુબ જ લાંબી લાઈનો લાગી છે. જેનાંથી વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી પ્રમાણે વરસાદ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતો જોવાં મળી રહ્યો છે. અંક્લેશ્વર તેમજ કોસંબાની વચ્ચે અતિભારે વરસાદને લીધે નદી નાળા બંને કાંઠે વહેવાની સાથે સાથે જ રસ્તા પર પણ પાણી ફરી વળતાં વાહનવ્યવહારને ખુબ ભારે અસર થઈ છે.
ધામડોદ-કોસંબા સુધી રસ્તાની બન્ને બાજુ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.સાવા પાટીયા પર બની રહેલ ઓવરબ્રિજનું કામ હવે થોડુંક જ બાકી રહ્યું છે, પણ ભારે વાહનો ચાલતાં હોવાથી રસ્તામાં પણ ઘણાં ખાડા પડી ગયા હતાં. જેને પુરવાનું પણ આજે કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું. બીજી બાજુ વરસાદ હોવાંથી સવારથી બપોરનાં સમયે વાહનોની લાંબી લાંબી લાઈનો પણ લાગી ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP