ડોક્ટરને થયો હતો કોરોના- આખી સોસાયટીએ સાથે મળીને કોરોના સામે લડ્યો જંગ

આરોગ્ય કમિટી જેવી વ્યવસ્થાની રચના કરવી હાલ આપણી દરેક સોસાયટી તથા ગામને જરૂર છે જેથી આપણે આવી કુદરતી આપત્તિ સામે અસરકારક રીતે લડી શકીએ.

સુરતના મોટા વરાછા માં આવેલી એપલ હેવન સોસાયટીના રહીશો દ્વારા કોરોના રોગચાળા દરમિયાન ઉદાહરણ રૂપ કાર્ય કરવામાં આવ્યું છે. તેઓએ સોસાયટીમાં જાતે જ એક સ્વાસ્થ્ય કમિટી બનાવેલી છે.જે કમિટી સમગ્ર સોસાયટી માં કોરોના વાયરસ સમયગાળા દરમિયાન લોકોને યોગ્ય માર્ગદર્શન અને કાર્યવાહી કરતા હતા. ગઈકાલે સોસાયટીએ આ તમામ કમિટીના સભ્યો નું પુષ્પ તેમજ તાળી વગાડી અભિનંદન પાઠવ્યા હતા.

ડો.વૈશાલીબેન મોરડીયા (સરકારી મેડીકલ ઓફિસર, ઓલપાડ, સુરત) સોસાયટીના સભ્ય જ છે, તેઓને દર્દીઓની સારવાર કરતા કોરોના થયો હતો. સિવલ હોસ્પિટલ માં સારવાર બાદ અને અંતમાં સમરસ કોવીડ કેર સેન્ટરમાં દાખલ થયાના દસ દીવસ બાદ રીપોર્ટ નેગેટીવ આવતા રજા આપવામાં આવી હતી.

સંપૂર્ણ સારવાર દરિમયાન તેઓએ માત્ર આયુર્વેદ સારવાર જ લીધી હતી. તેઓ પોઝીટીવ આવ્યા એ પહેલા
પણ નીયમિત આયુર્વેદ દવાનું સેવન કરેલ,નિયિમત ઉકાળા તથા શંષમની વટીનું સેવન કરલ, જેના કારણે માત્ર 9 દીવસમાં જ કોરોના રીપોર્ટ નેગેિટવ આવ્યો. આ આયુર્વેદ દવાનું નિયિમત સેવન કરવાના કારણે ખાસ કોઈ મુશ્કેલી  વિના સરળતાથી કોરોના રોગ દૂર થઈ ગયો હતો. આ દરમ્યાન તેઓની સોસાયટીમાં બનેલ આરોગ્ય કમિટીએ સતત પોઝીટીવ વાતાવરણ બનાવી રાખ્યું હતું.

આ પહેલ બાદ કમિટીએ તમામ દેશવાસીઓને સૂચન કર્યું હતું કે, કોરોના વોરિયર ડોક્ટર્સ, પોલીસ, સફાઈકર્મી વગેરે અને તેના પરિવારને મદદરૂપ થઈએ. કોરોના કોઈને પણ થઈ શકે છે, જેથી આપ આ મુશ્કેલી સામે આપના પરિવારને, સોસાયટીને અને આપણા ગામને પહેલેથી જ તૈયાર રાખો. યાદ રાખો કે આપણે કોરોના સામે લડવાનું છે, કોરોનાગ્રસ્ત દર્દી અને તેમના પરિવારને તરછોડવા કરતા તેમને મદદ થાય તેવો ઉદ્દેશ રાખવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *