સુરત: મહિલા નાયબ મામલતદારને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપનારની ધરપકડ

મહિલા નાયબ મામલતદાર દસ મહિના પહેલાં મોલથી ખરીદી કરી પરત ફરી રહ્યાં હતા. ત્યારે તેઓ રિક્ષામાં પોતાનો મોબાઇલ ભૂલી ગયા હતા. આ ઘટનાના 10 મહિના બાદ ઈસમે મહિલા નાયબ મામલતદારના મોબાઇલના વીડિયો અને ફોટા એડિટેડ કરી તે ફોટા વહેતા કરવાની ધમકી આપી હતી. આ એડિટેડ ફોટા વહેતા ન કરવા બદલ તેણે 60 હજારની ખંડણી માંગી હતી. જેના પગલે નાયબ મામલતદારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે સર્વેલન્સના આધારે ઝડપી પાડેલા નાજીમ નઈમ પટેલ (ઉમર-24) ઘર નં. 99 જોનાપુર મેઈન રોડ સાઉથ દિલ્લહી મૂળ રહે. ડુંભાલ ટેનામેન્ટ ઓમનગર સોસાયટીની બાજુમાં આંજણા રોડ લિંબાયત સુતને પોલીસે ઝડપી લીધો છે. નાજીમે નાયબ મામલતદાર મહિલાને ફોનના વોટસએપમાં બિભત્સ ફોટો મોકલી આપી વાઈરલ કરવાની ધમકી આપી હતી તથા ફોન કરીને 60 હજાર રૂપિયાની માંગ કરી હતી. જેથી પોલીસમાં ગુનો નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લીધો છે.

નાયબ મામલતદારે જાન્યુઆરી 2020માં મોલથી ખરીદી કરી રિક્ષામાં ઘરે પરત આવ્યા હતા. તે સમયે રિક્ષામાં મોબાઇલ ભૂલી ગયા હતા. મોબાઇલમાં મેમરી કાર્ડ જેમાં પર્સનલ ફોટોગ્રાફ અને ડોક્યુમેન્ટો હતા. મોબાઇલ ન મળતા નાયબ મામલતદારે નવા સીમકાર્ડ લઈ લીધો હતો. છેક 10 મહિના પછી 30મી ઓકટોબરે રાત્રીના સમયે નાજીમે ફોન કર્યો હતો અને રૂપિયાની માંગ કરી હતી. જો રૂપિયા ન અપાય તો ફોટો વાઈરલ કરવાની ધમકી આપી હતી.

નાયબ મામલતદારે આપેલી પોલીસ ફરિયાદ મુજબ,તેઓ જાન્યુઆરી 2020માં મોલથી ખરીદી કરી રિક્ષામાં ઘરે પરત આવ્યા હતા. તે સમયે રિક્ષામાં મોબાઇલ ભૂલી ગયા હતા. મોબાઇલમાં મેમરી કાર્ડ જેમાં પર્સનલ ફોટોગ્રાફ અને ડોક્યુમેન્ટો હતા. મોબાઇલ ન મળતા નાયબ મામલતદારે નવા સીમકાર્ડ લઈ લીધો હતો. છેક 10 મહિના પછી 30મી ઓકટોબરે રાત્રીના સમયે એક કોલ આવ્યો અને સામેવાળાએ હિંદી મે બાત કરો એવુ કહેતા મહિલાએ કોલ કટ કરી નાખ્યો હતો.ત્યાર પછી અવાર નવાર કોલ આવતા હતા. મહિલાએ પોતાનો બનાવેલો વીડિયો અને અંગત ફોટોગ્રાફ રિક્ષામાં ભૂલી ગયેલા મોબાઇલના મેમરીકાર્ડમાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *