ગુજરાતમાં અવાર-નવાર નકલી માલ-સામાન મળી આવતો હોય છે. ત્યારે આજે ફરી એક વખત સુરત શહેરના વેડરોડ પર ફટાકડાવાળા પ્લોટમાં નવશકિત ફેશન અને ઉપર પહેલાં માળે ગોડાઉનમાં સીઆઈડીએે શનિવારે દરોડો પાડ્યો હતો. જેમાં નવ શકિત ફેશન નામની દુકાનમાંથી તેમજ ગોડાઉનમાંથી સાત અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ શુઝ અને ચંપલો મળી 58 લાખથી વધુનો માલ મળી આવ્યો હતો. તેની સાથે સાથે રોકડ, કોમ્પ્યુટર, મોબાઇલ, લેપટોપ સહિત કુલ 71.73 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
સીઆઈડીએ દુકાનના માલિક રઈશ અહમદ મોતીવાલા(36)(ગાર્ડન સોસા,અડાજણ પાટિયા) અને સાહીલ ઈરફાન શેખ(20)(એસએમસી આવાસ, કોસાડ)ની ધરપકડ કરી છે. વધુમાં બંને વેપારીઓ દિલ્હી કારોલીબાગથી 7 જેટલી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ શુઝ અને ચંપલ લાવી સુરતમાં હોલસેલનો ધંધો કરે છે. સુરતના રિટેઇલ સ્ટોરમાં વેપારીઓ આ ડુપ્લિકેટ માલ સપ્લાય કરે છે. આ ડુપ્લિકેટ ચંપલ અને શુઝમાં નાખેલો યુપીસી કોડ ખોટા છે અને ઘણામાં તો યુપીસી કોડ નાખ્યા નથી.
અડાજણ ખાતે આવેલા ગાર્ડન સોસાયટી, શાલીમાર સોસાયટીની બાજુમાં અડાજણ પાટીયા ખાતે રહેતા રઇસ અહમદ મોતીવાલા વેડરોડ ખાતે ફટાકડાવાળીમાં પ્લોટ નં-4 માં આવેલ ” નવ શકિત ફેશન” નામની દુકાન ધરાવે છે જોકે પોલીસે દરોડા પાળિયા ત્યારે તેમની ત્યાંથી NIKE કંપનીના ડુપ્લીકેટ બુટ, ચંપલ ( સ્લીપર ) સાથે મળી કુલ 36,18,500/- રૂપિયા નો મુદામાલ તથા આરોપીના પાસેથી મળી આવેલ ધંધાના ઉપયોગમાં લીધેલ મોબાઇલ નોટબુકો, ડાયરીઓ, ચોપડો, ટ્રાન્સપોર્ટ બીલ, રબ્બર સ્ટેમ્પ જે તમામની 10,84,500/- સાથે કુલ મુદામાલ 49,77,540/- રૂપિયા ના મુદામાલ સાથે વેપાર ધંધો કરતા મળી આવી કોપીરાઇટ એકટનો ભંગ કરેલ હોવાને લઇને તેના વીરૃહ કાયદેસરની કાર્યવાહી કરી તેની ધરપકડ કરવામાં આવી હતી.
પકડાયેલા શુઝ અને ચંપલની ગુણવતામાં પણ ફરક છે, તેની સાથે જે સિમ્બોલ છે તે પણ કંપનીના ઓરિજનલ સિમ્બોલ કરતાં હલકી ગુણવત્તાનો છે. આ પૂર્વે સીઆઈડીએ એક કરોડથી વધુના બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ કપડાં પકડી પાડ્યા હતા. દિવાળી સમયે જ સીઆઈડીએ રેડ પાડતા ડુપ્લિકેટ સામાન વેચનારમાં ફફડાટ ફેલાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle