મોંઘવારીને લઈને કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને પોલીસે કચડ્યું- નનામી, કાંદા બટેકા રસ્તે વેરણ છેરણ

સુરત(Surat): દિવસેને દિવસેભડકે બળી રહેલા પેટ્રોલ-ડીઝલ, તેલના ડબ્બા, ગેસના ભાવ અને જુદા જુદા પ્રકારના વધી રહેલા કમરતોડ ભાવને કારણે સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ(Vanita Vishram Ground) પાસે…

સુરત(Surat): દિવસેને દિવસેભડકે બળી રહેલા પેટ્રોલ-ડીઝલ, તેલના ડબ્બા, ગેસના ભાવ અને જુદા જુદા પ્રકારના વધી રહેલા કમરતોડ ભાવને કારણે સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ(Vanita Vishram Ground) પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા તેલનો ડબ્બો , અર્થી, કાંદા બટેકાનો હાર પહેરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન(Congress protests) કરવામાં આવ્યું હતું.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન મોંઘવારીના બેનરો સાથે ભાજપ સમક્ષ ઉગ્ર વિરોધ નોંધવવામાં આવ્યો હતો. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પાસે કોંગ્રેસના મહિલા અને પુરુષ કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન શરુ કરતાની સાથે જ પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અંદાજે 30 કરતાં વધુ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

આપણે સૌ જાણીએ છીએ કે, એપ્રિલ મહિનો શરુ થતાની સાથે જ મોંઘવારીએ માજા મૂકી દીધી છે. કારણ કે, મોંઘવારી રૂપી મોજું સતત આગળ વધતું જઈ રહ્યું છે. તેલના ભાવ પણ આસમાને પહોંચી રહ્યા છે. સાથે સાથે પેટ્રોલ-ડીઝલ, ગેસના બાટલા, CNGના ભાવમાં પણ ભડકા થઇ રહ્યા છે. ત્યારે આ વધી રહેલી મોંઘવારીને કારણે કોંગ્રેસ દ્વારા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જે વિરોધ દરમિયાન પોલીસ આવી હતી અને મહિલા અને પુરૂષ સહીત અંદાજે 30 કરતાં વધુ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *