સુરતના આ વિસ્તારો બન્યા કોરોના હોટસ્પોટ- આ વિસ્તારોમાં રોજ આવી રહ્યા છે અગણિત કેસ

સુરત શહેરમાં કોરોના ના મંગળવારે એજ સાથે 204 અને સુરત જિલ્લામાં 41 મળી કુલ ૨૪૫ નવા દર્દીઓ નોંધાયા છે. તેની સાથે જ સુરત શહેરમાં નવ દર્દી અને સુરત જિલ્લામાં બે દર્દીઓના સારવાર દરમ્યાન મોત નિપજ્યા છે. તેમજ શહેરમાં થી વધારે 139 દર્દીઓને સાજા થયા બાદ રજા આપવામાં આવી છે.

સુરતના આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર કતાર ગામમાં રહેતા ૫૦ વર્ષીય આગળને ગઈ તારીખ બીજી એ, અશ્વનિકુમાર રોડ પર રહેતા ૬૦ વર્ષીય વૃદ્ધ અને ગત પહેલી તારીખે, પાલનપુર જકાતનાકા માં રહેતા ૭૭ વર્ષીય વૃદ્ધાને ગત ૨૭ એ, સગરામપુરા માં રહેતા ૭૫ વર્ષીય વૃદ્ધ અને ગઈ ૩૦મી તારીખે, કતારગામમાં ૬૫ વર્ષીય વૃદ્ધ ને ગઈ 27 તારીખે,જીવન જ્યોત પાસે રહેતા ૬૦ વર્ષીય વૃદ્ધ અને ગત 28 તારીખે, નારાયણ નગર માં રહેતા ૬૪ વર્ષીય વૃદ્ધાને ગઇ બીજી તારીખે અને વેડરોડના ૬૪ વર્ષીય વૃદ્ધાને ગઈ 30 તારીખે વિવિધ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા.

કતારગામના કેસમાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ, પાલનપુર જકાતનાકા ના કેસમાં બ્લડ પ્રેશર અને ભટારના કેસમાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની બીમારી હતી. જ્યારે સુરત જિલ્લાના કામરેજના જોખા ગામ માં રહેતા 65 વર્ષીય વૃદ્ધ અને કામરેજ કેનાલ રોડ પર રહેતા ૫૫ વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

સૌથી વધારે કેસ અહીંયા નોંધાયા છે

સુરત સીટી માં કોરોના ના આજે 204 દર્દીઓમાંથી સૌથી વધુ કતારગામના 40, વરાછા બી ના 29, વરાછા એના 37, સેન્ટ્રલ ના ૧૯, રાંદેરના 26, લિંબાયતમાં 22, ઉધનામાં 13 અને અથવા ના 18 દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં 6098 કેસ નોંધાયા છે જ્યારે 239 ના મૃત્યુ થયા છે. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં 903 કેસ નોંધાયા છે અને 31 ના મૃત્યુ થયા છે. સુરત સિટી અને ગ્રામ્ય વિસ્તારના કેસનો કુલ આંકડો 7001 છે અને મૃત્યુનો આંકડો 270 થવા પામ્યો છે. સુરત સિટીમાં આજે 139 અને સુરત ગ્રામ્ય માં 9 દર્દીઓને રજા આપવામાં આવી હતી. સુરત સિટીમાં કુલ 3774 અને ગ્રામ્ય માં કુલ 435 દર્દીઓને અત્યાર સુધી સાજા થઇ ને રજા આપી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *