સુરતમાં રત્નકલાકારે નોકરીના પ્રથમ દિવસે જ કર્યું એવું કાર્ય કે, જાણીને તમને આંખે અંધારા આવી જશે

ગુજરાત રાજ્યના સુરત શહેરનાં વરાછા વિસ્તારનાં માનગઢ ચોક ઠાકોર સોસાયટીમાં સમજુબા પેલેસમાં આવેલા હીરાની ઓફિસમાં સરીન પ્લાનર તરીકે નોકરી પર લાગી ગયેલા કારીગરે નોકરીનાં પ્રથમ જ દિવસે માત્ર 2 કલાકમાં જ સરીન પ્લાન કરવા આપવામાં આવેલા 1.75 લાખ રૂપિયાની કિંમતનાં કાચા હીરાની ચોરી કરીને ભાગી ગયો હતો. વરાછા વિસ્તારનાં પોલીસ મુજબ વરાછા હીરાબાગ પુર્વી સોસાયટીમાં રહેલા મુળ ભાવનગરનાં શિહોરનાં મૂળ વતની વિઠ્ઠલભાઇ મેદપરા હીરાનાં ધંધાની સાથે જોડાયેલા છે.

વરાછા વિસ્તારનાં માનગઢ ચોક ખાતે ઠાકોર સોસાયટીમાં સમજુબા પેલેસનાં પ્રથમ માળે હિરાની ઓફીસ તેમજ કાપોદ્રા ગાયત્રી સોસાયટીમાં કારખાનું ચલાવી રહ્યા છે. વિઠ્ઠલભાઇની ઓફિસમાં કુલ 7 જેટલા કારીગરો કાર્ય કરે છે. વિઠ્ઠલભાઇ દ્વારા એમની ઓફીસમાં સરીન પ્લાનરની જરૂર હોવાનાં લીધે પ્રશાંત શર્મા નામનાં કારીગર દ્વારા જયદિપ રમેશ ભોસારાની સાથે 19 ડિસેમ્બરનાં દિવસે ઓળખાણ કરાવવામાં આવી હતી.

જયદિપ દ્વારા સરીન પ્લાનર હિરાની ટ્રાય આફી તેનું નામ તેમજ નંબર ઓફિસમાં લખાવવામાં આવ્યા હતા. જયદિપનું કામ વિઠ્ઠલબાઇ તેમજ એનાં છોકરાને પસંદ આવતા એણે 25 ડિસેમ્બરનાં રોજથી કામ પર રાખી લીધો હતો. કુલ 8 પેકેટમાંથી 31 કેરેટનાં હીરા સરીન પ્લાનર કરવા આપવામાં આવ્યા હતા. આમાં જયદિપ રાતનાં સાડા નવેક વાગ્યની આસપાસ બીજા કારીગરને આજે મારે પ્રથમ દિવસથી તેથી મારો ભાઇ ટીફીન આપવા માટે નીચે આવ્યો છે.

જયદીપ ટીફીન લઇને આવું એવું કહીને ગયો એ પછી જયદીપ પાછો આવ્યો જ નહિ. જેનાં લીધે તેને આપવામાં આવેલા સ્ટોકની તપાસ કરવામાં આવતા એમાંથી 8 પેકેટ હિરા 722 નંગ, કાચા 31 કેરેટનાં હીરાનો માલ પણ ઓફીસમાંથી ગાયબ થઇ ગયો હતો. તેની કિંમત લગભગ 1.75 લાખ રૂપિયા જેટલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *