હીરા નગરી સુરત માં રત્ન કલાકારો આર્થિક સ્થિતિ નો સામનો કરી શકે તે માટે ડાયમંડ વર્કર યુનિયન (Diamond Worker Union) વિવિધ માંગો ને લઈ ઉપવાસ પર બેસવા મંજૂરી માંગશે. તેમજ આગામી 17 તારીખ ના રોજ વડાપ્રધાન ડાયમંડ બુર્સ નું (Surat Diamond Bourse) ઉદ્ઘાટન કરવા આવનાર છે વડાપ્રધાન સુરત માં રત્નકલાકારો ની હાલત થી વાકેફ થાય તે માટે સોમવાર ના રોજ વડાપ્રધાન ને પત્ર લખી સુરત કલેકટર ને સુપરત કરાશે.
હીરાઉદ્યોગમાં આવેલી મંદીને કારણે કફોડી હાલતમાં મુકાયેલા રત્નકલાકારોએ સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલા આર્થિક પેકેજ જાહેર કરવા સહિતની માંગણી કરી હતી. પરંતુ ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનના દિવસ નજીક આવી રહ્યા હોવા છતાં માંગણીઓ સંતોષાતી નહીં દેખાતા આક્રોશિત ડાયમંડ વર્કર યુનિયનનના ઉપ પ્રમુખ ભાવેશ ટાંકએ (Diamond Worker Union Vice President Bhavesh Tank) આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે માંગણી નહીં સંતોષાય તો પ્રતીક ઉપવાસ કરી વિરોધ કરવામાં આવશે આ મામલે ઉપવાસ કરવાની માંગ પણ કલેકટર સમક્ષ મુકવામાં આવશે. દિવાળી વેકેશન પછી તેજીનો સમય આવશે એવી રત્નકલાકારોને આશા હતી. પરંતુ વેકેશન બાદ સુરતમાં માંડ ૨૦થી ૨૫ ટકા કારખાના જ ખૂલ્યા છે. મોટા ભાગના કારખાના હજી ખૂલ્યા નહીં હોવાથી વેકેશન લંબાઈ એવી શક્યતા છે.
ડાયમંડ વર્કર યુનિયન ઉપ પ્રમુખ ભાવેશ ટાંક જણાવે છે, હીરાઉધોગ ના રત્નકલાકારો ને આશા હતી કે દિવાળી વેકેશન પછી તેજી નો સમય આવશે, પરંતુ સુરત હીરાઉધોગ મા હાલ માંડ 20% થી 25% કારખાના જ ખુલ્યા છે અને મોટા ભાગ ના કારખાના હજી ખુલ્યા નથી અને વેકેશન લંબાઈ એવી શક્યતા છે તેના કારણે રત્નકલાકારો કફોડી સ્થિતિ મા મુકાય જશે એવી અમને આશંકા છે જેથી સરકારે રત્નકલાકારો ને મદદ કરવા આગળ આવવુ જોઈએ
હાલ હીરા બુર્સ શરૂ થવા જઈ રહ્યું છે જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે. જેથી ડાયમંડ વર્કર યુનિયન વડાપ્રધાન ને પત્ર લખી સુરત માં રત્નકલાકારો ને પડતી મુશ્કેલી મામલે પત્ર લખી કલેકટર ને સુપરત કરશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ૨૫ લાખ રત્નકલાકારો છે. જે પૈકી સાડા સાત લાખ જેટલા રત્નકલાકાર સુરતના છે. જયારે યુનિયનમાં ૩૦ હજાર રત્નકલાકાર સભ્ય છે.જેથી યુનિયન દ્વારા એડી ચોંટી નું જોર લગવાયું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube