સુરતમાં PI સોલંકીને વકીલને લાત મારવી ઘણી મોંઘી પડી, હાઈકોર્ટે ફટકાર્યો આટલાં લાખનો દંડ

Surat PI Kick Lawyer: સુરતના ડીંડોલી વિસ્તારના પી.આઈએ એડવોકેટને લાત મારવી ઘણી મોંઘી પડી છે. સુરતના ડિડોલી પોલીસ મથકના સેકન્ડ પીં.આઈને ગુજરાત હાઇકોર્ટ દ્વારા ત્રણ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગત રોજ નાઈટ પેટ્રોલીગ દરમિયાન  પોલીસ ઇન્સ્પેકટરે પીસીઆર (Surat PI Kick Lawyer) વાનમાંથી ઉતરીને કારનો દરવાજો ખોલી વકીલને લાત મારી હતી.

ત્યારે ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઇ ગઈ હતી. પીડિત વકીલે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, અને સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. આ ઘટના બાદ સુરતના વકીલોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

માહિતી અનુસાર ડીંડોલી પોલીસ મથકના પી.આઈ આઈ.એચ. સોલંકી પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા, આ દરમિયાન તેમણે એક કારનો દરવાજો ખોલી કારમાં બેસેલા વકીલને જોરદાર લાત મારી હતી. વકીલના કહ્યા મુજબ પી.આઈએ કંઈપણ પૂછ્યા વગર આવીને સીધી લાત મારી દીધી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. અને મામલો પોલીસ મથક બાદ ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો હતો.

ડીંડોલી પોલીસ મથકના પી.આઈ આઈ.એચ. સોલંકીને ગુજરાત હાઇકોર્ટે રૂપિયા 3 લાખનો દંડ ફટકાર્યો છે. ત્યારે આ સમગ્ર મામલે હાઇકોર્ટે જણાવ્યું કે એક પી,આઈને માફ કરીશું તો અન્ય પીઆઈ પણ આવું જ કરશે જેને લઈને દાખલો બેસાડવા કોર્ટે પી.આઈને રૂપિયા ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે.

કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, ખોટી રીત લોકોને એક લાત મારવી કેટલી મોંધી છે તે પીઆઈને આજીવન થાડ રહેવું જોઈએ. ભવિષ્યમાં પણ તેને કોઈ માણસ પર હાથ કે પગ ઉપાડતા લાતના દંડ યાદ રહેશે. પોલીસ ભલે દબાણમાં કામ કરે છે પરંતું તેની મતળભ સતાનો દુરઉપયોગ કરવાની છૂટ નથી, પીઆઇએ ન્યાયતંત્ર વિશે જાહેરમાં અશોભનીય શબ્દો કહ્યા હોવાની રજૂઆત થતાં કોર્ટ ટકોર કરી હતી કે, આવા પીખાઇ સામે સરકાર પગલા કેમ લેતી નથી? જસ્ટિસ નિર્ઝર દેસાઈએ ચાલુ સુનાવણી દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારી પાસે 11 સામે શું પગલા લેશો તેની સૂચના મંગાવી હતી.

ફરિયાદી એડવોકેટ વાઈકોર્ટમાં બનાવની રાત્રે ઘટના સ્થળના ફૂટેજ બતાવ્યા હતા. જે જોઈને હાઈકોર્ટે પીઆઈનો ઉઘડો લેતા એવી ટકોર કરી હતી કે, તમે હીરો બનીને ફરી છો એટલે શું ગમે તે વ્યક્તિને કોઈ ગુના વગર મારવાના ? કઈ પણ પૂછયા વગર કોઈને ભાત કેવી રીતે મારી શકાય? જો પોલીસના આવા દમનને અત્યારે રોકવામાં નહી આવે તો કાળે પોલીસ મને પણ કારણ વગર લાત મારી શકે છે. કોઈ સાચો આરોપી હોય તો પણ તેને પૂછયા વગર લાત મારી શકાય નહીં.