સુરતના ડુમસની રૂ. 2 હજાર કરોડની જમીન કૌભાંડમાં વલસાડના કલેકટર આયુષ ઓકનું નામ સામે આવ્યા બાદ જિલ્લા કલેકટર કચેરીમાં (surat collector office) 85 નાયબ મામલતદારોની સાગમટે બદલીના હુકમથી ખળભળાટ મચી ગયો છે. અધિકારીઓ અને દલાલોની જુગલજોડીનો પર્દાફાશ થતા અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. જેમાં છેલ્લા 3થી 10 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા નાયબ મામલતદારની બદલી કરી દેવાઇ છે. કલેકટર ડો.સૌરભ પારધીએ વિવાદસ્પદ યોગેન્દ્ર પટેલ સહીત અન્ય 85 નાયબ મામલતદારોની સાગમટે બદલી કરી નાખવામાં આવી છે. બદલીની સાથે જમીન કૌભાંડની તપાસ પણ તેજ કરવામાં આવી છે.
જો કે આ બદલીથી કોઈ મોટો ફરક પડ્યો નહિ હોય તેમ ચર્ચાય રહ્યું છે, કારણ કે જ્યાં અધિકારીઓ અને દલાલોની નેક્સસ સીસ્ટમમાં ગુમડાં જેવી હતી. જેના પર કલેકટરે માત્ર પાટાપીંડી કરી સંતોષ માની લીધો છે. પરંતુ તેજસ ટાલિયા, હિરેન ટાલિયા અને સમીર જાડિયા જેવા દલાલોની આવન-જાવન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી, તેથી ચર્ચાય રહ્યું છે કે સિસ્ટમમાં હજુ પણ સડો છે.
તમને જણાવી દઈએ કે બિનખેતીની હોય કે જમીનની અન્ય કોઈ ફાઈલ હોય તેજલ ટાલીયા જેવા દલાલોના ઈશારે જ અધિકારીઓ ક્વેરી ઉભી કરીને ફાઈલ પરત કરવાની પદ્ધતિ અપનાવતા હતા. કલેકટર ડો. સૌરભ પારધી છેલ્લા એક વર્ષની ફાઈલનો અભ્યાસ કરે તો જમીનની ફાઈલોમાં શા માટે ક્વેરી ઉભી કરવામાં આવતી અને ક્વેરી ઉભી કરવાની જરૂર હતી કે કેમ તે અંગે ખ્યાલ આવી શકે છે. નિયમીત સમયમર્યાદામાં રહીને ફાઈલ નિકાલ કરવાની સરકારની સપષ્ટ સુચના હોવા છતાં પણ દિવસો અને મહિનાઓ સુધી ફાઈલ એક ટેબલથી બીજા ટેબલ સુધી ફેરવીને અરજદારોને દલાલ મારફતે કેસ રજુ કરવાની ફરજ પાડવાની મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવે છે.
તેથી જો કલેકટર દ્વારા કાર્યલયમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે ખબર પડી શકે કે આ દલાલોની બેઠક ક્યા અધિકારી સાથે વધુ હતી અને કેટલી અવરજવર રહે છે.તમને જણાવી દઈએ કે યોગેન્દ્ર પટેલની અગાઉ બદલી થઇ હતી પરંતુ ટૂંક સમયમાં જ ફરી મૂળ જગ્યાએ બદલી કરવવામાં સફળ થયા હતા.
આ બદલીમાં જે ડુમસનું પ્રકરણ ગાજ્યું હતુ તે આરટીએસ ટેબલ પર ફરજ બજાવતા હરદીપસિંહ સોંલકીને ચોર્યાસી મામલતદાર કચેરીમાં તો હસમુખ ચોપડાને ઉધના મામલતદાર કચેરીમાં બદલી કરી હતી. આ સિવાય હિરેન પટેલ, રજની વૈષ્ણવ, રાકેશ જાદવ, સાગર ગામીત, સહદેવસિંહ તેમજ ચોથા માળે નવી જુની શરતની જમીનનું ટેબલ સંભાળતા હિરલ દિવાવાલા, હરીશ ઝીંઝાળા, હિતેશ દુધાત તમામની જિલ્લા કલેકટરના કેમ્પસમાંથી બહાર બદલી કરી દેવાઈ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App