SEBA Cricket Tournament : સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિયેશન દ્વારા ભવ્ય ક્રિકેટ લીગનું સફળ આયોજ

SEBA Cricket Tournament: સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિયેશન નો સંગઠન મજબૂત બને અને વ્યવસાય વધે તે ઉદ્દેશ સાથે તારીખ 8 અને 9 માર્ચ બે દિવસ માટે ક્રિકેટ (SEBA Cricket League) પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે.

સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિયેશન દ્વારા SEBA ક્રિકેટ પ્રીમિયર લીગ સીઝન 1 નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના પ્રખ્યાત બિલ્ડરોની 8 ટીમો વચ્ચે મેચ રમાઈ હતી,150 જેટલા પ્લેયરો આ ટુર્નામેન્ટ રમ્યા હતા. આ મેચના  ઉદ્દઘાટન પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર પાટીલ, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ,નવ નિયુક્ત ભાજપ સુરત શહેર પ્રમુખ પરેશ પટેલ , સંગીતા પાટીલ સહીત શહેરના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિયેશન ના પ્રમુખ શ્રેયસ સવાણી, ખજાનચી નિકુંજ ગજેરા, અને કોર કમિટીના હિરેન પટેલ એ જણાવ્યું હતું કે સંગઠનના નિર્માણ પછી આ પ્રથમ ભવ્ય કાર્યક્રમ યોજાયો, જે ક્રિકેટ ટુર્નામેન્ટ છે, આ ક્રિકેટ ટુર્નામેન્ટ થકી સંગઠન મજબૂત બને તેમજ નાનાથી લઇ મોટા બિલ્ડરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે સાથે ટોસ જીતનાર ટીમને ચાંદી ચિક્કા અને વિજેતા થનાર ટીમને 10 ગ્રામ સોનાનો સિક્કો આપવામાં આવશે.