હાલમાં રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. સુરત શહેરમાં રહેતાં રોહિત કારેલીયાએ કુલ 360 ડિગ્રી ફરી શકે એવો સીલિંગ ફેન બનાવ્યો છે. રોહિત કારેલિયા વ્યવસાયે એન્જિનીયર છે. તેઓ છેલ્લા 5-7 વર્ષથી અનેક પ્રકારના પંખાઓ પર સંશોધન કરી રહ્યા છે તથા કુલ 360 ડિગ્રી સીલિંગ ફેનનું સંશોધન પૂરૂ કર્યા બાદ એમણે અનિલ સરાવગી હસ્તક એની પેટન્ટ કરાવવામાં આવી છે.
હવે તેઓ વૈશ્વિક સ્તર પર PTC એપ્લિકેશન ફાઈલ કરી રહ્યા છે. જેને લીધે એમની શોધને વૈશ્વિક સ્તર પર પ્રોટેક્શન મળી રહે. આ ફેનની વિશેષતા તથા નવીનતા એ છે કે, સીલિંગ ફેન જે હંમેશા નીચે બાજુ એક દિશામાં જ હવા ફેંકતો હોય છે. એનાં બદલે પંખો કુલ 360 ડિગ્રી ફરી શકે એવિ રીતે બનાવવામાં આવ્યો છે.
આ ટેકનોલોજીની ખાસ વાત એ છે કે, પંખાને કુલ 360 ડિગ્રી ફેરવવા માટે કોઈ મોટર અથવા તો પાવરની જરૂર રહેતી નથી. જેમાં પંખાની પાંખો તો ફરે જ છે. એની સાથે જ એની સાથેની જે એસેમ્લી છે તે પણ અલગથી ફરે છે. એક વૈજ્ઞાનિક સિદ્ધાંત પર એના આધારે હવાનાં વલણોથી તે પોતે જ ફરે છે.
આ પંખો કુલ 360 ડિગ્રી ફરતા સીલિંગ પંખાથી રૂમની ચારેય દિવાલોના ખૂણા સુધી પવન પહોંચવાને લીધે 2-3 પંખાની જગ્યાએ 1 જ પંખાથી કામ ચાલી જાય છે. આની સાથે જ દિવાલોના તમામ ખૂણામાં તથા બીજી જગ્યાએ થતો જીવાત-મચ્છરોનો પ્રકોપમાં પણ ઘટાડો થાય છે. આ પંખાનો સૌથી મોટો લાભ એ જ છે કે, રૂમમાં રહેલ તમામ વ્યક્તિઓને એક સરખો પવન મળી રહે છે.
પેટેન્ટ એટર્ની અનિલ સરાવગીએ જણાવતાં કહ્યું હતુ કે, આ ટેકનોલોજી સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ વાર વિકસાવવામાં આવી છે. રોહિતભાઈએ જણાવતાં કહ્યું કે, તે પોતે એક ટેકનિશયન છે તથા છેલ્લા 25 વર્ષથી તેઓ આ ક્ષેત્રમાં છે. તેથી કાયમ કંઈક નવુ કરતાં રહેતાં હોય છે. એન્જિનિયરિંગના જે ઈક્વિપમેન્ટ્સ આવે છે.
એમાં પંખો, મોટર, ગીયર એની સાથે હંમેશા એનું કામ ચાલતુ હોય છે. એક દિવસ એમ જ એક રૂમમાં બેઠા હતા અને ખુબ ગરમી લાગી રહી હતી તો વિચાર્યુ કે. જેમ ઊભો ફેન આવે છે એવો જ હું 360 ડિગ્રી ફરી શકે એવો જ પંખો બનાવું કે જે ટકાઉ પણ હોય તો દરેકને લાભ થશે.
ઘણાં પંખાઓ એવા મળે છે પરંતુ તેમાં ગીયર લાગેલા હોય છે જેથી જલ્દી તૂટી જાય છે. એમણે તેની રીતે પંખામાં પ્રયોગ કરવાની શરૂઆત કરી દીધી. કુલ 1 વર્ષ સુધી વિવિધ ડિઝાઈન પર કામ કરીને કોમ્પોનન્ટ્સમાં પ્રયોગ કર્યા. ત્યારબાદ આ સફળતા મળી હતી. ત્યારપછી ભારતમાં પેટન્ટ કરાવી. આ બનાવવામાં એમને કુલ 12 લાખનો ખર્ચ થયો હતો.
(video: The Times of India )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle