હાલ સુરતમાં દિવસેને દિવસે આત્મહત્યાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન ફરીવાર અડાજણ વિસ્તારમાં રહેતી એક શિક્ષિકાએ ચાર દિવસ અગાઉ તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જેમાં ગઈ કાલે બપોરે મગદલ્લા બ્રિજ નીચે નદીમાંથી ફાયર વિભાગ દ્વારા શિક્ષિકાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. શિક્ષિકાએ ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું એ રહસ્ય હજુ અકબંધ છે. જોકે, સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મગદલ્લા બ્રિજ નીચે તાપી નદીમાંથી સોમવારે અડાજણની મહારાષ્ટ્રીયન શિક્ષિકાની લાશ મળી આવી હતી.
સુરતમાં વષોથી એકલી રહેતી શિક્ષિકાએ નદીમાં ઝંપલાવી આપધાત કરી લીધો હોવાની શક્યતા ઇચ્છાપોર પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સોમવારે મગદલ્લા બિજ નીચે તાપી નદીમાં મૃતદેહ દેખાયો હોવાની જાણ ફાયરબ્રિગેડને થઈ હતી. ત્યારબાદ ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે દોડી જઈ અજાણી મહિલાનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢી ઇચ્છાપોર પોલીસને સોપ્યો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, અડાજણમાં આવેલ ચોકસીવાડી નજીક ગીતારાજ સોસાયટીમાં રહેતી 43 વર્ષિય વિધ્યાબેન શેષરાવ પાટીલ કામરેજ તાલુકના વાવ વિસ્તારમાં આવેલી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા હતા. પોલીસના જણાવ્યા મુજબ શિક્ષિકા વિધ્યાબેને ચાર દિવસ અગાઉ બ્રિજ ઉપરથી નદીમાં છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. છેલ્લા ચાર દિવસથી વિધ્યાબેનના મૃતદેહની કોઈ જાણ મળી ન હતી.
સોમવારે બપોરના સમયે ફાયર વિભાગ દ્વારા મગદલ્લા બ્રિજના પશ્ચિમ દિશાની નદીમાં 700-800 મીટરના અંતરે વિધ્યાબેનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કે, શિક્ષિકા વિધ્યાબેનનો મૃતદેહ ફૂલી ગયેલ હાલતમાં, શરીરની ચામડી કાળી પડી ગયેલ તથા અમુક ભાગે ચામડી નીકળી ગયેલ હાલતમાં મળી આવ્યો હતો.
જોકે, પ્રાથમિક તપાસ દરમિયાન તેણે આપઘાત કર્યો હોવાની શક્યતા સેવાઈ રહી છે. આ અંગે પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોના નિવેદન લેવામાં આવ્યા હતા. આ અંગે ઇચ્છાપોર પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ શિક્ષિકા અગાઉ પણ શહેરમાં કોરોનાનો સર્વે કરવા ગઈ હતી. હાલ તેણે આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.