હાલમાં સોશિયલ મીડિયા પર મહીસાગર જિલ્લામાં આવેલ ખાનપુર તાલુકાનો ફક્ત 3 મહિનાનો ધૈર્યરાજ ખુબ જાણીતો બન્યો છે. એનું એકમાત્ર કારણ એ છે કે, તે ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. લોકો મદદે આવે એની માટે અનેકવિધ ગ્રુપો દ્વારા ખાસ મુહિમ ચલાવવામાં આવી રહી છે. આની સાથે જ TVના માધ્યમથી ગુજરાતના ખૂણે ખૂણેતી ધૈર્યરાજને બચાવવા માટેનો મેસેજ પહોંચાડવામાં આવી રહ્યો છે.
આનંદની વાત તો એ છે કે, ધૈર્યરાજના ખાતામાં અત્યાર સુધીમાં 4.5 કરોડથી વધુ જેટલી રકમ જમા થઈ છે. ધૈર્યરાજ માટે લોકો દિલ ખોલીને દાનનો ધોધ વહાવી રહ્યાં છે ત્યારે સુરતનો કિન્નર સમાજ પણ આગળ આવ્યો છે તથા કિન્નર સમાજ દ્વારા પોતાના જ સભ્યો પાસેથી ધૈર્યરાજ માટે રૂપિયાની ઉઘરાણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી.
સુરતના કિન્નર સમાજના તમામ સભ્યો દ્વારા રૂપિયા આપવામાં આવ્યા હતાં તેમજ જોતજોતામાં 65,000 જેટલી માતબર રકમ પણ એકત્ર કરી લેવામાં આવી હતી. તમામ કિન્નરો આમ તો લોકોના ઘરે શુભ પ્રસંગોએ દાન માંગીને પોતાનું જીવન ગુજારતા હોય છે પણ જે સમાજમાંથી દાપુ મેળવી જીવન વ્યતીત કરે છે તે સમાજ માટે પોતાનું યોગદાન આપવાને પણ પોતાની ફરજ સમજે છે ત્યારે હાલમાં કિન્નરો ધૈર્યરાજ માટે જ્યારે આગળ આવ્યા છે.
કિન્નર સમાજના લોકોને અપીલ પણ કરી રહ્યા છે કે, આ બાળકને નવજીવન આપવા માટે મદદ કરો. અહીં નોંધનીય છે કે, આ બાળક ધૈર્યરાજે જન્મજાત એક ગંભીર બીમારીની સાથે જન્મ લીધો છે. જેનું નામ S.M.A-1 છે. જેને ગુજરાતીમાં કરોડરજ્જુની સ્નાયુબદ્ધ એટ્રોફી ફેકટશીટ કહેવામાં આવે છે.
આ બીમારી રંગસૂત્ર- 5 ની નાળીમાં ખામીને લીધે થાય છે. આ જનીન સર્વાંઈકલમાં પ્રોટીન પેદા કરે છે કે, જે માનવિની બોડીમાં ન્યુરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે. જ્યારે આવા બાળકોમાં આ સ્તર યોગ્ય રીતે જળવાતું નથી. જેને કારણે ન્યુરોન્સનું સ્તર અપૂરતું હોવાને કારણે કરોડરજ્જુમાં નબળાઈ તથા બગાડ ઉત્પન્ન થાય છે તથા શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle