વડોદર નજીક નેશનલ હાઇવે પર સુરત શહેરથી પાવાગઢ દર્શને જતાં આઇશર ટેમ્પો તેમજ ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, એમાં આઇશર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો, તેથી આહીર સમાજનાં કુલ 11 લોકોનાં મૃત્યુ થયા હતાં. આ મૃતકો પૈકી સુરત શહેરનાં પુણા ગામ વિસ્તારમાં રહેતાં એક જ જીંજાલા પરિવારનાં કુલ 5 સભ્ય સામેલ છે, જે પૈકી એક મૃતક યુવકની સગાઈ થઈ ગઈ હતી તેમજ લગ્ન થયા હતાં.
આઈશર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો…
સુરત શહેરનાં પુણા ગામ વિસ્તારમાં આવેલી આશાનગર સોસાયટીમાંથી ઘર નંબર 38માંથી જીંઝાલા પરિવારનાં 9 વ્યક્તિ ડાકોર, વડતાલ તેમજ પાવાગઢનાં પ્રવાસે નીકળ્યા હતા. પરિવાર આઈશર ટેમ્પોમાં રાત્રીનાં સમયે નીકળ્યો હતો. આમાં વડોદરા નજીક નેશનલ હાઇવે પર આઈશર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો, તેમાં આ જીંજાલા પરિવારમાંથી સુરેશ, દયાબેન, આરતી સાથે 5નાં મૃત્યુ થયું છે, જ્યારે બીજા 4 ઈજાગ્રસ્ત થયા છે.
સુરત શહેરથી ધાર્મિક પ્રવાસે આઈશર ટેમ્પોમાં રાતે 11 વાગ્યે નીકળ્યા હતાં
અકસ્માતમાં ભોગ બનનારા પરિવારનાં પાડોશી કેશુભાઈએ કહ્યું હતું કે, આ પરિવારનાં 9 સભ્યો ધાર્મિક પ્રવાસે આઈશર ટેમ્પોમાં રાતે 11 વાગ્યે નીકળ્યા હતાં. પરિવારનાં 4 બાળકો ગામડેથી સુરત શહેર દિવાળી કરવા માટે આવ્યાં હતાં. પરિવાર મંગળવારણા રોજ સવારનાં સમયે કામરેજ હનુમાન મંદિરે દર્શન કરવા ગયો હતો. એ પછી રાતે ડાકોર, વડતાલ તેમજ પાવાગઢ જવાનું હોવાથી રસોઈ બનાવી લઈ બધી તૈયારીઓ કરી હતી. રાતે અકસ્માત થયો.
સોસાયટીનાં બધાં સભ્યો સાથે પરિવારની જેમ રહેતાં હતાં
પાડોશી કેશુભાઈએ વધુમાં કહ્યું હતું કે, હરેશભાઈ જીંજાલા તેમજ બટુકભાઈ જીંજાલા સુરત શહેરમાં રહેતાં હતાં. જ્યારે બીજા 3 ભાઈ વતન રાજુલામાં રહેતાં હતાં. હરેશભાઈ સહિત પરિવારનાં બધાં સભ્યોનો સ્વભાવ બહુ જ સારો હતો. છેલ્લાં 20 કરતા વધારે વર્ષથી અહીંયા રહે છે. સોસાયટીનાં બધા સભ્યો સાથે પરિવારજનોની જેમ જ રહેતો હતો. હરેશભાઈનો પિતરાઈ ભાઈ સુરેશ રત્નકલાકાર હતો તેમજ તેની સગાઈ થઈ ગઈ હતી. દિવાળી પછી અટલે કે આ વર્ષે જ તેનાં લગ્ન થવાનાં હતાં.
બનાવ સ્થળે 9 વ્યક્તિનાં મૃત્યુ, 2 વ્યક્તિનાં સયાજી હોસ્પિટલમાં મૃત્યુ
રાતે 3 વાગ્યાની આજુબાજુ અકસ્માત થતાં પોલીસ તેમજ ફાયરબ્રિગેડની ટીમ બનાવ સ્થળે દોડી ગઇ હતી તેમજ આઇશર ટેમ્પોમાં ફસાયેલાં લોકોને બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. અકસ્માતમાં બનાવ સ્થળે કુલ 9 વ્યક્તિ મૃત્યુ પામ્યા હતાં તેમજ 2 લોકોનાં સયાજી હોસ્પિટલમાં સારવારમાં મોત થયાં હતાં. આમ અકસ્માતમાં 11 જેટલા લોકોનાં મૃત્યુ થયા હતાં.
મૃત્યુ પામેલા 5 મહિલા, 4 પુરુષ તેમજ 2 બાળક સામેલ
સવારનાં સમયે 4 વાગ્યે અકસ્માતનાં બનાવો બનતાં સમગ્ર નેશનલ હાઈવે પર ટ્રાફિમજામની સ્થિતિ ઊભી થઈ હતી. અકસ્માત પછી પોલીસ અને ફાયરબ્રિગેડ બનાવ સ્થળે આવી પહોચ્યા હતાં તેમજ વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢયા અને સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે. વડોદરા શહેરની સયાજી હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટ રંજન ઐયરે કહ્યું હતું કે અકસ્માતમાં બનાવ સ્થળે 9 વ્યક્તિના મૃત્યુ થયાં હતાં તેમજ 2 વ્યક્તિના સયાજી હોસ્પિટલમાં સારવારમાં મૃત્યુ પામ્યા હતાં. આમ, અકસ્માતમાં 11 વ્યક્તિના મૃત્યુ થયા હતાં, તેમાં 5 મહિલા, 4 પુરુષ અને 2 બાળક છે.
એક જ પરિવારનાં 5 વ્યક્તિનાં નામ
દયા બટુકભાઈ જીંજાલા, ભૌતિક ખોડાભાઈ જીંજાલા, આરતી ખોડાભાઈ જીંજાલા, હંસા ખોડાભાઈ જીંજાલા, સુરેશ જેઠાભાઈ જીંજાલા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle