સુરત કાપોદ્રા પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ લાખોની રકમ ફરિયાદીને પરત અપાવી

સુરત: સુરત પોલીસે ફરી એકવાર પ્રસંશનીય કામગીરી કરી સુરતવાસીના દિલ જીતી લીધા છે. સુરત પોલીસે ફરી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ થકી ફરીયાદીને પોતાના મુદ્દામાલ પરત કર્યા છે. કાપોદ્રા પોલીસે એક મહિનના ઓછા સમયગાળામાં 4 લાખથી પણ વધુ ફરિયાદીને પરત કરી છે. જે ખરેખર પ્રસંશનીય કામગીરી છે.

સુરત પોલીસ દ્વારા ફરી એકવાર તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ચોરી કે પછીગુમ થયેલા મુદ્દામાલ લોકોને પરત આપી નાગરિકમાં પોલીસની કાયદાકીય કામગીરી માટે એક વિશ્વાસ ઉભો કર્યો છે. જેમાં ગુમ થયેલી અથવા તો ચોરી થયેલા મુદ્દામાલને ટૂંક સમયમાં માલિકને મળી રહે તેવી કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે ફરી એકવાર કાપોદ્રા પોલીસે 4 લાખથી વધુની રકમ માલિક/ ફરીયાદીને પરત કરી છે.

સુરત પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર 15/4/2024ના રોજ કલ્યાણનગરની બાજુમાં ક્રિષ્નાનગરના ઘર નંબર ૨૩માં કોઈ અજાણ્યા ચોર ઇસમે બંધ રૂમના દરવાજા તોડી 4,30,૦૦૦ની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. જે મામલે માલિકે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા માત્ર ગણતરીના કલાકમાં જ ચોરીનો ભેદ ઉકેલી કેસનો નિકાલ કર્યો હતો. જો કે આટલી મોટી રકમ કાયદાકીય કામગીરીમાં ન ફસાય અને મૂળ માલિકને પરત મળી રહે તે માટે પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ થકી મૂળ માલિકને મુદ્દામાલ પરત કર્યો હતો.