આજે સુરત શહેર મહિલા કોંગ્રેસના મહિલા કાર્યકરો દ્વારા પ્રધાનમંત્રી મોદીને બંગડી અને બ્લાઉઝ મોકલવામાં આવ્યા. આ બાબતે મહિલા કોંગ્રેસના નેતા ભારતી પટેલ જણાવે છે કે, “ચીન દ્વારા થયેલ આક્રમણમાં આપણા 20 સૈનિક શહીદ થતા, જે 56 ઇંચની છાતીવાળા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કંઈપણ પ્રત્યુત્તર ન આપતા આજે પ્રધાનમંત્રી મોદીને 56 ઇંચનુ બ્લાઉઝ અને બંગડી PMOમાં કલેકટર દ્વારા પાર્સલ આપવામાં આવ્યું છે.”
ઉલ્લેખ્નીય છે કે ચીન સરહદે ભારત અને ચાઇનીઝ સૈન્ય વચ્ચે ઘર્ષણમાં ૨૦ ભારતીય જવાનો શહીદ થયા છે. પ્રધાનમંત્રી મોદીનો દાવો છે કે ભારતની સીમામાં કોઈ બહારનું આવ્યું નથી. ત્યારે મોટો સવાલ એ ઉદ્ભવે છે કે, ઘર્ષણ સરજાયું કેવી રીતે?
૨૦૧૪ પહેલા ના પ્રધાનમંત્રી મોદી, અને કેટલાય કેન્દ્રીય મંત્રીઓના ભાષણો હાલમાં વાઈરલ થઇ રહ્યા છે જેમાં તેઓએ તત્કાલીન કોંગ્રેસ સરકાર પર સીમા સુરક્ષા મુદ્દે માછલા ધોયા હતા. અને સ્મ્રીતી ઈરાનીએ તો પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનન સિંહ ને બંગડીઓ પહેરવાની પણ સલાહ આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.