છાપાના કયા પત્રકારે સેટિંગ કર્યું અને મોટા વરાછાના SMCના પ્લોટના વિરોધમાં અધૂરી યાદી છાપી?

સુરત મહાનગરપાલિકા રિઝર્વેશન પ્લોટ માં નવા પ્રોજેક્ટ ના આવે ત્યાં સુધી સસ્તા ભાડાપટ્ટા આપીને નાના-મોટા ધંધા થઈ શકે તે માટે જનહિતમાં ભાડા પેટે પ્લોટ લેવા ઈચ્છતા લોકોને છ મહિના માટે ભાડે આપે છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં અલગ અલગ ટીપીમાં રિઝર્વેશન પ્લોટ ને ઘણા સમયથી ભાડાપટ્ટે અપાઈ રહ્યા છે. ત્યારે ત્રીશુલ ન્યુઝ પાસે એક્સકલૂસીવ માહિતી આવી છે. જેમાં થોડા દિવસ અગાઉ મોટા વરાછાના રહીશો દ્વારા આ ભાડા પટ્ટે અપાયેલ પ્લોટનો (Mota Varachha SMC Plot virodh) વિરોધ કરવામાં આવી રહ્યો હતો તેની પાછળ કોની શકુની ચાલ હતી એ માહિતી સામે આવી ગઈ છે.

આમ આદમી પાર્ટીના એક પક્ષ પલટુ નેતા કે હાલ જે ભારતીય જનતા પાર્ટીમાં છે તેઓએ પ્લોટની માંગણી કરેલ હતી પરંતુ તેઓના નસીબમાં પ્લોટ ન આવતા તેઓએ રહીશોને ઉશ્કેર્યા હતા કે આ પ્લોટ ભાડે અપાશે તો તમને હેરાન ગતિ થશે. રહીશો દ્વારા લાંબુ વિચાર્યા વગર મિટિંગ બોલાવીને આ પ્લોટ નો વિરોધ કરવાનું ચાલુ કરી દેવાયું. બીજી તરફ રહીશોએ સમજી ન શક્યા કે જો આ પતરાના ડોમ આવવાથી ન્યુસન્સ થવાનું હોય તો એ પ્રાઇવેટ પ્લોટ માં ચાલતા પતરાના ડોમ થી પણ આવવાનું જ છે. મોટા વરાછાના કેટલીક સોસાયટીના રહીશોએ બે દિવસ અગાઉ મહારેલી કાઢી હતી જેના કારણે પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું.

ત્યારે હવે પ્લોટ નહીં મળતા ભાજપના જ હિત શત્રુ નેતાએ ન્યુઝ પેપર સાથેની મિલીભગતથી સિલેક્ટેડ પ્લોટ ધારકો ના નામ છપાવ્યા અને પોતાનો મલિન ઇરાદો જાહેર કર્યો. સાંપ્રત સમયમાં કોઈકે આપેલી વાત છાપી દઈને ન્યૂઝ પેપરવાળાઓએ ઘણી વખત માફીઓ માંગેલી છે ત્યારે કોના ઇશારે સિલેક્ટેડ પ્લોટ ધારકોના નામ છાપવામાં આવ્યા તે કદાચ આ છાપાઓના માલિકોને ખબર નહીં હોય. કયા પત્રકારે સેટિંગ કરીને સિલેક્ટેડ પ્લોટ ધારકોના નામ પેપરના પાને ચડાવ્યા અને કોને નુકસાન અને કોને ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો છે તે વાત તંત્રીઓ તપાસ કરશે તો જ બહાર આવશે. બીજી તરફ પ્રતિષ્ઠિત છાપાંના ઉપયોગથી કયા પત્રકારે નેતા સાથે સાંઠ ગાંઠ કરીને પોતાનો મલિન ઇરાદો પાર પાડ્યો છે તે ભવિષ્યની છાપાના તંત્રીની તપાસમાં જ બહાર આવશે.

ત્રિશુલ ન્યુઝ પાસે એક્સક્લૂસિવ યાદી આવી છે જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વ્યક્તિઓને અને કંપનીઓને પ્લોટ ભાડે આપવામાં આવેલા છે.