સુરતના સાંસદ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના પ્રતિનિધિ મંડળ સાથે આફ્રિકા પ્રવાસે

surat mp mukesh dalal africa tour with president of india

ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આફ્રિકાના ત્રણ દેશોના સત્તાવાર પ્રવાસે રવાના થયા છે. ગુજરાતમાંથી રાષ્ટ્રપતિ સાથે જનારા પ્રતિનિધિ મંડળમાં સુરતના સાંસદ મુકેશ દલાલની (Surat MP Mukesh Dalal in Africa) પસંદગી કરાઈ છે. આફ્રિકા ખંડના અલ્જેરિયા, મોરીતાન્યા, મલાવી દેશના સાત દિવસના પ્રવાસ દરમ્યાન આ દેશોના વડા, રાજકીય આગેવાનો અને ત્યાં વસતા ભારતીય સમુદાયને મળશે, આફ્રિકાના આ ત્રણ દેશોની મુલકાત કરનાર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બનશે.