Surat City bus News: સુરતમાં ફરી એકવાર મહાનગરપાલિકા સંચાલીત સીટીબસના ડ્રાઇવર સાહેબની રાજાશાહી સામે આવી છે.વેડ રોડ ગુરુકુલ પાસે સિટી બસના ડ્રાઇવર બસ ચાલુ રાખીને ઘસઘસાટ ઊંઘતા ઝડપાયા છે.ડ્રાઇવરોના ઊંઘતા સમયનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. વીડિયો સામે (Surat City bus News) આવતા ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે શું સુરત મહાનગરપાલિકાના કર્મચારીની આંખ આડા પડદા છે અને જો કોઈ કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે?
રૂટ ઉપરના મુસાફરોને ભારે હાલાકી
સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટીબસના ડ્રાઇવર બસ નંબર GJO5 BJ 2879 વેડ રોડ ગુરુકુલ પાસે બસ ચાલુ રાખી કલાકો સુધી સૂઈ રહે છે. બસનું ડિઝલ બળતું રહે છે અને ડ્રાઈવરને જાણે કોઈનો જ ડર ન હોય તે રીતે બસમાં સૂતો દેખાય છે. અગાઉ પણ આ જ પ્રકારનો વીડિયો સામે આવ્યો હતો.સિટીબસનો ડ્રાઇવર રોડની સાઈડ ઉપર બસ રાખીને સૂતો હોવાનો એક જાગૃત નાગરિકના ધ્યાને આવ્યું હતું. તેણે ડ્રાઇવરનો સૂતો વીડિયો લીધો હતો, જેમાં સ્પષ્ટ દેખાય છે કે, સિટીબસનો ચાલક બસ ચાલુ રાખી અને બસમાં સૂઈ ગયો છે. આવું કરવા પાછળનું કારણ તો સમજાતું નથી પરંતુ, જે રૂટ ઉપર આ બસ દોડતી હોય છે તે બસના રૂટ ઉપરના મુસાફરોને ભારે હાલાકી સહન કરવી પડતી હોય છે.
આ ડ્રાઇવર સાહેબનો આરામનો વિડીયો સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે, બસ ચાલુ રાખી ઇંઘણનો વ્યય કરવા અંગે મનપા કોઈ તપાસ કરશે ખરા ? જો કે આ અગાઉ પણ ડ્રાયવર આરામ ફરમાવતા હોય તેવો વિડીયો સામે આવી ચુક્યો છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે વારંવાર આવી પરિસ્થિતિ બને છે ત્યારે આવા ડ્રાઇવરો સામે કોઈ કડક પગલાં લેવામાં આવશે ? કે પછી કોઈ મોટી ઘટનાની રાહ જોવાશે.
સિટી બસના કોર્ડીનેટરે જણાવ્યું કે, અત્યારે મળેલા પુરાવાના આધારે તાત્કાલિક અસરથી તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ડ્રાઇવરને નોટિસ પણ આપવામાં આવશે. તેનો ખુલાસો પણ માંગવામાં આવશે અને ત્યારબાદ તેની સામે જે કાયદાકીય રીતે પગલાં લેવાના થતા હશે તે પણ લઈશું.આ રીતે બસ ચાલી રાખીને રૂટ ઉપર સુઈ જવું એ ક્યારેય ચલાવી લેવાય નહીં.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App