વેકેશનમાં વતનથી સુરત પિતા પાસે આવેલા 12 વર્ષના પુત્રનું લિફ્ટમાં માથું ફસાઈ જતાં મોત

Surat News: સુરતના ભટાર વિસ્તારમાંથી અકસ્માતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભટાર વિસ્તારમાં 12 વર્ષીય બાળક લીફ્ટમાં ફસાય જવાથી મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર બાળક લિફ્ટની સ્વિચ ચાલુ કરી લિફ્ટ જોવા ગયો હતો જ્યાં લીફ્ટમાં(Surat News) માથું ફસાયા જતા બાળકનું મોત નીપજ્યું હતું.

આ 12 વર્ષીય માસૂમ બાળક ઓરિસ્સાથી  વેકેશન કરવ્યા આવ્યો હતો. બાળકના મોતની જાણ થતા પરિવારના સભ્યો  શોકમાં ડૂબી ગયા છે. મૃતકના પરિવારના સભ્ય અભિષેક શાહુના જણાવ્યા અનુસાર આ અકસ્માતની ઘટના ગતરોજ 5:30 કલાકે બની હતી. જ્યાં 12 વર્ષીય રાકેશ શાહુ રમતા રમતા લીફ્ટ પાસે પહોંચ્યો અને લીફ્ટને ચાલુ કરી હતી. નવી સિવિલ હોસ્પિટલથી મળતી માહિતી મુજબ, મૂળ ઓડિશાના ગંજામનો વતની અને હાલ વેડ રોડ ખાતે રહેમતનગરમાં રહેતા રામચંદ્ર શાહુ સંચા ખાતામાં નોકરી કરી,

વતન ખાતે રહેતા પરિવારનુ ગુજરાન ચલાવે છે. રામચંદ્ર શાહુના સંતાન પૈકી રાકેશ (14 વર્ષ) વતનમાં ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. મહિના પહેલા તે વેકેશનની રજા માણવા માટે વતનથી સુરત પિતા પાસે આવ્યો હતો. તેમજ બે દિવસ પહેલા રાકેશ ભટાર ખાતે આવેલા અમરદીપ એપાર્ટમેન્ટમાં રહેતી પોતાના સંબંધીના ઘરે આવ્યો હતો.

જો કે પરિવારના સભ્યના જણવ્યા અનુસાર કિશોર એકલો હોવાથી લગભગ તે ગભરાય ગયો હશે અને તે લીફ્ટ ચાલુ થાય તે પહેલા લીફ્ટની બહાર માંથું કાઢ્યું હશે, જેના કારણે કિશોરનું માથું લીફ્ટમાં ફસાય જતા મોત નીપજ્યું હશે. તમને જણાવી દઈએ કે મૃતક 12 વર્ષીય કિશોર રાકેશ શાહુ અભિષેક શાહુના ઘરે ઓરિસ્સાથી વેકેશન કરવામાટે આવ્યો હતો.

વેકશન કરવા ગયો અને મળ્યું મોત
મૃતક રાકેશ શાહુ પરિવારના અન્ય સભ્યો સાથે પિતા સાથે વેકેશન કરવામાં માટે આવ્યો હતો. જો કે કોને ખબર હતી કે રાકેશ મોતને ભેટશે. ઘટનાને લઇ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ત્યારે આ મામલે ખટોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી  છે.