ખાનગી બેંકના કર્મચારીઓ હડતાળ પર, 7 વર્ષથી પગાર વધારો ન થતાં ભારે રોષ

Bank Employee Protest: સુરત શહેરમાં આવેલી એક્સિસ બેંકના કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓ દ્રારા હડતાળ કરવામાં આવી છે. 7 વર્ષથી કર્મચારીઓના પગારમાં વધારો થતો ન હોવાથી કર્મચારીઓમાં…

Bank Employee Protest: સુરત શહેરમાં આવેલી એક્સિસ બેંકના કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓ દ્રારા હડતાળ કરવામાં આવી છે. 7 વર્ષથી કર્મચારીઓના પગારમાં વધારો થતો ન હોવાથી કર્મચારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. કર્મચારીઓનું કહેવું છે કે, અમારું શોષણ કરવામાં આવે છે. ઉચ્ચ હોદ્દા પર કામ કરતાં કર્મચારીઓના પગાર (Bank Employee Protest) સમયસર વધારીદેવામાં આવે છે. પરંતુ અમને અમારા હક્કનું કશું જ મળતું નથી. જેથી અમે આજે આંદોલન પર ઉતર્યા છીએ.

આજે સવારથી જ ખાનગી બેંકના કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. પગાર વધારાને લઇ હડતાળ પર ઉતર્યા છે. છેલ્લા 7 વર્ષથી પગારમાં વધારો કરવામાં આવ્યો નથી. ચોથા વર્ગના કર્મચારીઓનો પગાર વધતો ન હોવાના આરોપ મુકવામાં આવ્યો છે. જેથી પગાર વધારો ન થાય ત્યાં સુધી હડતાળ પર રહેશે તેવી કર્મચારીઓ ચીમકી ઉચ્ચારી રહ્યાં છે.

ખાનગી બેંકના કર્મચારી પાંડુરંગ મોરેએ કહ્યું છે કે, દેશભરમાં આ હડતાળ ચાલી રહી છે. આજે ગુજરાતમાં પણ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. જેમાં સુરતના બેંક કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા ગયા છે. અમારી એક જ માંગ છે કે, ઉપરથી જે વધારો આવે છે તે અમારા સુધી કેમ પહોંચતો નથી. જેથી અમને અમારા હક્કના નાણા અને લાભ મળે. અમે બધા જ કામ કરીે છીએ પરંતુ લાભ મળતા નથી. જો અમારી માંગ પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું.