વ્યસનીઓને જોર નો ઝટકો- પાન ગલ્લા આટલા દિવસ સુધી બંધ રાખવાનું ફરમાન

હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે અને ભારતમાં પણ covid-19ના કેસો નોંધાયેલ છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર ધ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવેલ છે. સુરતમાં અમદાવાદ માફક રોજ કેસ વધી રહ્યા છે.

સુરત શહેર વિસ્તારમાં આવેલ તમામ પાનના લારી/ગલ્લા તથા પાનની દુકાનોમાં લોકોની ભીડ થાય છે. તેઓ ધ્વારા સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરવામાં આવતું નથી અને માસ્ક પણ પહેરવામાં આવતા નથી તેમજ તેઓ દ્વારા રસ્તા પર પાન-માવા ખાઈને થુંકતા હોવાનું ધ્યાને આવેલ છે.

ના કારણે દિનપ્રતિદિન કોવિડ-19 સંક્રમણના વધતા પ્રમાણને ધ્યાને બંછાનિધિ પાની, કમિશ્નર, સુરત મહાનગરપાલિકા ગુજરાત રાજય એપેડેમીક ડીસીઝ એકટ-૧૮૯૭ ની કલમ-ર, ૩ અને ૪ થી પ્રાપ્ત સત્તા અન્વયે તથા ગુજરાત રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના જાહેરનામા થી મળેલ અધિકારની રૂએ સુરત મહાનગરપાલિકાના નોર્થ ઝોન(કતારગામ), ઇસ્ટ ઝોન-એ(વરાછા) તથા ઇસ્ટ ઝોન-બી(સરથાણા) વિસ્તારમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે તે વિસ્તારના તમામ પાનના લારી/ ગલ્લા તથા પાનની દુકાનો દિન-૦૭ માટે બંધ રાખવા તથા અન્ય તમામ વિસ્તારમાં પાનના લારી / ગલ્લાની દુકાનોમાં ૪(ચાર) થી વધારે લોકોની ભીડ ન કરવા તથા જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ હુકમનું તા.૦૫/૦૭/૨૦૨૦થી ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અન્યથા સદર હુકમનો અનાદર કરનારની સામે ઈન્ડીયન પીનલ કોડની કલમ-૧૮૮ તથા એપેડેમીક ડીસીઝ એકટ-૧૮૯૭ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *