સુરતની પીસીબી શાખાએ બુટલેગરના ઘરે રેડ કરી તો દારૂ છુપાવવા બનાવેલી જગ્યા જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી

સુરત (surat): શહેરમાંથી પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સતત પેટ્રોલિંગ કરીને દારૂના અડ્ડાઓ, જુગારધામ ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ કમિશનર…

સુરત (surat): શહેરમાંથી પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સતત પેટ્રોલિંગ કરીને દારૂના અડ્ડાઓ, જુગારધામ ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ કમિશનર નો ઓર્ડર મળવાની સાથે જ શહેરમાં પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા પર છાપો મારવામાં આવી રહ્યા છે.

પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે ભાટીયા pcb શાખા ના માર્ગદર્શન હેઠળ પીસીબીના પોલીસ દ્વારા ગઇકાલના રોજ ઉધનામાં રેડ પાડીને દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસને માહિતી મળી હતી કે, ઉધના રોડ નંબર 1 રામદેવ નગર માં ઘર નંબર 739 માં દારૂનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે જે દારૂનો જથ્થો હાલમાં સગેવગે કરી રહેલ છે.

પોલીસને બાતમી મળતા ઘટના સ્થળ પર જઈને દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન મોરારજી વસાહત પાસે આવેલ રામદેવ નગર, ૭૩૯ માં ફ્લોર માં બનાવેલ ભોયરામાં છુપાવી રાખેલ આવેલા કંપની બનાવટની વિદેશી દારૂની વ્હિસ્કી,વોડકા, દેશી દારૂની સીલ બંધ વાળી નાની મોટી કાચની તેમજ પ્લાસ્ટીકની બાટલીઓમાં મળી આવી હતી.

દારૂની કુલ 2922 નંગ બોટલ જેની કિંમત રૂપિયા 2,39,390 હોવાનો સામે આવી રહ્યું છે. આ ઉપરાંત, 1 મોબાઇલ ફોન જેની કિંમત 10,000 આ મળીને કુલ 249404 90 રૂપિયાની માતાના મુદ્દામાલ સાથે લિસ્ટેડ બુટલેગર આબીદ શા સલીમ ને સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા લિસ્ટેડ બુટલેગર આબીદ શા સલીમ શા (ઉંમર-28, ઘર નંબર 135 મોરારજી વસાહત રોડ, ઉધના, સુરત. મૂળ વતન સિરપુર મચ્છી બજાર, મહારાષ્ટ્ર) ની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *