Adv રાજુ સોનીની ધારદાર દલીલોથી બળાત્કારના આરોપી માથાભારે જાકીર સૈયદના જામીન નામંજૂર થયા

લિંબાયત વિસ્તારમાં લગ્નની લાલચ આપી 15 વર્ષની બાળકી સાથે વારંવાર બળજબરીપૂર્વક સંબંધ બાંધી અને જાનથી મારી નાખવાની ધમકી આપનારા આરોપી ના જામીન નામંજૂર થતા ભોગ બનનારને ન્યાયમંદિર પરનો ભરોસો કાયમ રહ્યો છે.

વિગતે વાત કરીએ તો ત્રણ માસ અગાઉ લીંબાયત વિસ્તારમાં એક ઊંચી રાજકીય વગ ધરાવતા અબ્દુલ અઝીઝ શેખ ઉર્ફે બબ્બુ શેખની ભત્રીજી અને તેના પુત્ર જાકીર સૈયદ જે મુખ્ય આરોપી છે તેણે અન્ય આરોપીના મેળા પીપણામાં 15 વર્ષીય બાળકી સાથે સગાઈ કરવાના બહાને શારીરિક સંબંધ બાંધી લગ્ન નહીં કરી ભોગ બનનાર નો ગર્ભપાત કરાવેલ અને મુખ્ય આરોપીના નાના એવા બબ્બુ શેખ એ બાળકીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ તેવું ભોગ બનનારે જણાવેલ. આથી બાળકીના વાલી દ્વારા લીંબાયત પોલીસ સ્ટેશનમાં પોકસો એક્ટે હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

ગુના ના મુખ્ય આરોપી જાકીર સૈયદ એ પોતાના વકીલ મારફત રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવા નામદાર કોર્ટમાં અરજી કરેલ. જેથી ભોગ બનનાર તરફે વિદ્વાન ધારા શાસ્ત્રી રાજુ સોનીએ (Advocate Raju Soni) હાજર રહી નામદાર કોર્ટમાં ધારદાર દલીલ કરેલ. અંતે, વકીલ રાજુ સોની ની દલીલોને ગ્રાહ્ય રાખીને નામદાર કોર્ટે આરોપીઓના જામીન નામંજૂર કર્યા હતા.