હાલમાં બળાત્કારના કેસો કોરોનાના કેસોની જેમ વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવસખોરો કોઈ પણ હદ સુધી જઈને નાની બાળકીઓથી લઈને મોટી મહિલાઓ સુધીની દરેક યુવતીઓ સાથે બળાત્કાર ગુજારતા હોય છે. આ દરમિયાન સુરતમાંથી ફરી એક બળાત્કારનો કેસ આવ્યો છે જેમાં એક 43 વર્ષના યુવકે 27 વર્ષની મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો.
સુરતના કતારગામ કેન્સર હોસ્પિટલ પાસે તુલસી રેસીડેન્સીમાં રહેતાં અને ધ ટ્રાવેલ કાફેના સંચાલક અને કુમાર જ્વેલર્સના ભાગીદાર 43 વર્ષના હર્ષદ રામજી તેજાણીની પોલીસ દ્વારા બળાત્કારના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી 27 વર્ષીય પરિણીતાને નોકરીની લાલચ આપી તેની ઉપર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે પહેલાં અંકલેશ્વરમાં રહેતી 27 વર્ષીય પરિણીતા પહેલી માર્ચથી જ પતિ સાથે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેવા આવી હતી. તેણીએ ફેસબુક ઉપર હર્ષદ રામજી તેજાણીની ટ્રાવેલ કાફેની જાહેરાત જોઇ હતી. તેની ઉપર હર્ષદ તેજાણીનો મોબાઇલ ફોન નંબર લઈને સંપર્ક કર્યો હતો. છેલ્લાં કેટલાંક વખતથી બંને વચ્ચે વાત ચાલી રહી હતી.
વીસ દિવસ પહેલાં હર્ષદે ફોન કરીને વરાછા રોડ વિસ્તારમાં મળવા બોલાવી હતી તે વખતે શારીરિક છેડછાડ કરી હતી. સોમવારે ફોન કરીને નોકરીએ જોડાવવા જણાવ્યું હતું. જોકે, પોતે હજુ નવી નવી જ સુરત રહેવા આવી હોવાનું અને પંદરમી પછી જોડાવવાનું કહેતાં હર્ષદે ઘરે આવવાની જીદ્ પકડી. ત્યારબાદ તે પરિણીતાના ઘરે પહોંચી ગયો હતો. પોતાની સાથેનો સંબંધ જાહેર કરી દેવાની ધમકી આપી હર્ષદે પરિણીતા ઉપર બળાત્કાર ગુજારતાં પરિણીતા પોલીસ મથકે પહોંચી હતી અને ફરિયાદ નોંધાવતાં જ ઇંચાર્જ પોલીસ ઇન્સપેક્ટર જી.કે.રાઠોડ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ફેસબુક ઉપર પોતાને ટ્રાવેલર કાફે અને કુમાર જ્વેલર્સનો ભાગીદાર બતાવનાર હર્ષદ તેજાણીની ધરપકડથી ભારે ચર્ચા ઉભી થઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle