સુરતનું યુવાધન ડ્રગ્સને રવાડે: 3 ગ્રામ પ્રતિબંધિત MD ડ્રગ્સ સાથે ત્રણ યુવકોની ધરપકડ

Surat Crime News: સુરત શહેરમાં પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષથી ‘નો ડ્રગ્સ ઈન સીટી’ અભિયાન ચાલવામાં આવી રહ્યું છે. ત્યારે સુરત શહેર ડ્રગ્સનું એપી સેન્ટર (Surat Crime News) બન્યું હોય તે રીતે દિવસે દિવસે પ્રતિબંધિત ડ્રગ્સ પેડલરો ઝડપાઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે સાંજે ફરી પાછી ખટોદરા પોલીસ અને ઝોન- 4ની ટીમ દ્વારા ફિલ્મીઢબે એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓ બાદ અન્ય હજુ એક આરોપીને પકડી પાડતા કુલ ત્રણ આરોપીઓને પકડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, પોલીસે 3 ગ્રામ MD ડ્રગ્સ મળી કુલ રૂપિયા 2.69.000નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ NDPS મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, સુરત ખટોદરા પોલીસ અને ઝોન- 4ની ટીમ દ્વારા ફિલ્મી ઢબે એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓ બાદ અન્ય એક એમ કુલ ત્રણ આરોપીઓને પકડી પાડયા છે. બે આરોપીઓ બાદ અન્ય એક આરોપી એમ કુલ ત્રણ આરોપીઓ પાસેથી 1.43 ગ્રામ ડ્રગ્સ તથા ડ્રગ્સ આપનાર પાસેથી પણ 3 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું છે.

આ મામલે એસીપી ઝેડ.આર.દેસાઈએ જણાવ્યું છે કે, ગઈકાલે સાંજે ડીસીપી ઝોન- 4ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ રોહિત યોગેશભાઈને માહિતી મળી હતીકે, ખટોદરામાં જૂની સબજેલની પાછળ સેલ પેટ્રોલપંપ વાળી ગલીમાં બે યુવકો MD ડ્રગ્સ લઈ બર્ગમેન મોપેડ પર પસાર થવાના છે. જે માહિતીના આધારે પોલીસે ત્યાં વોચ ગોઠવી હતી. અહીં પોલીસે ફિલ્મીઢબે મોપેડને આંતરી આરોપી તૌસિફખાન યુનુસખાન અને અબ્દુલ રહેમાન અબ્દુલ મજીદ શેખને ઝડપી પાડયા હતા.

પોલીસે તેમની તપાસ કરી તો તેમની પાસેથી 1.43 ગ્રામ વજનનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતુ. જેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂપિયા 14.300 જેટલી છે. તથા બંને આરોપીઓની પૂછપરછમાં માન દરવાજા પાસે રહેતા આરોપી ચાંદનું નામ બહાર આવતા તેની પણ ધરપકડ કરવામાં આવી ત્યાર તેની પાસેથી પણ પોલીસને 3 ગ્રામ MD ડ્રગ્સ મળી કુલ રૂપિયા 2.69.000નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ NDPS મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.