ચોકલેટની લાલચ આપી દરગાહમાં લઇ ગયો અને બે બાળકી સાથે કર્યું આવું કામ

કોરોનાને લીધે લાદવામાં આવેલ લોકડાઉનમાં પણ નરાધમો પોતાના પોત પ્રકાશે છે. સુરતના વરિયાવી બજાર વિસ્તારની 400 વર્ષ જુની દરગાહની દેખભાળ કરનાર યુવકે 5 અને 6 વર્ષની માસુમ બાળાને ચોક્લેટ અને બિસ્કીટ ખવડાવવાની લાલચે દરગાહની અંદર લઇ જઇ શારિરીક અડપલા કરી છેડતી કરવાનો કિસ્સો સામે આવ્યો છે.

16 મે ના રોજ સાંજે દરગાહની બહાર મહોલ્લામાં સ્થાનિક વિસ્તારની બે બાળકીઓ રમી રહી હતી. આરોપી મોહ્મ્મદ નિશાદની આ બન્ને પડોશી બાળકીઓ પર નજર પડી હતી. યુવકે દાનત બગાડીને આ બાળકીઓને ચોકલેટ અને બિસ્કિટ અપાવવાની લાલચ આપી ફોસલાવી દરગાહમાં લઈ ગયો હતો. બન્ને માસૂમ બાળાને દરગાહમાં લઈ જઈ વિકૃત હરકતો શરૂ કરી હતી.

શહેરના વરિયાવી બજારનાચાર 400 વર્ષ જુની દરગાહની દેખભાળ કરનાર મોહમદ નિશાદ ગુલામ મોહમદ શેખ (મૂળ રહે. અબ્દુલ રહેમાન ટપાલ બેન્ડ વાળાની સામે, સગરામપુરા-તલાવડી) 5 અને 6 વર્ષની બે માસુમ બાળાને ચોક્લેટ અને બિસ્કીટ ખવડાવવાના બ્હાને દરગાહની અંદર લઇ અશ્લીલ હરકતો કરી હતી.

બંન્ને માસુમે પરત ઘરે ગયા બાદ મોહમદ નિશાદના કૃત્યની જાણ કરતા પરિજનો ચોંકી ગયા હતા અને તુરંત જ આ અંગેની જાણ પોલીસને કરતા લાલગેટ પોલીસ દોડી આવી હતી અને નરાધમની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *