સુરત શહેરમાં દિનપ્રતિદિન વધી રહેલા કોરોના વાયરસના કેસને ધ્યાનમાં રાખતા પોલીસ કમિશનર અજય તોમરે કમર કસી છે. શહેરમાં હવે કારણવગર બહાર નીકળનારા લોકોને અટકાવવા માટે સુરતમાં કોઈ પણ જાહેર જગ્યાએ ચાર કરતા વધુ લોકો એકઠા નહીં થઈ શકે તો સાથે જ શહેરમાં સભા-સરઘસ રેલીઓ પણ નહીં થઈ શકે.
એક બાજુ રાજ્યમાં પેટાચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે સુરતમાં કેસમાં પણ વધારો થઈ રહ્યો છે.
દરમિયાન સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક પરિપત્ર જાહેર કર્યો છે જેમા કહેવામાં આવ્યું છે કે સુરતમાં 4 કરતા વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. લોકડાઉન લાગુ થયું ત્યારથી કલમ ૧૪૪ લાગુ હતી તેનો સમયગાળો વધારવામાં આવ્યો છે. એક બાજુ ભાજપના નેતા ઓને સરઘસ કાઢે છે અને પોલીસ તેને મંજુરી પણ આપી ડે છે.
સરઘસ કાઢવા કે એકઠા થવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ જાહેરનામું 30 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી લાગુ પડશે.કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિને જોતા આ પરિપત્ર જાહેર કરાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle