કોઈક વાર નાના અકસ્માતમાં પણ મૃત્યુ થઇ જાય છે અને કોઈ વાર મોટા અકસ્માત(Accident)માં પણ માણસનો જીવ બચી જાય છે. બધુજ નસીબ પર આધારિત હોય છે. ક્યારેય ગ્રહો તમારા ફેવરમાં હોય છે તો ક્યારેક ગ્રહો તમારા વિપરિત કામ કરે છે. હાલ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં સાંભળીને તમેને વિશ્વાસ થઇ જશે કે બધું નસીબ પર આધારિત હોય છે. આ અકસ્માતમાં વલસાડ(Valsad)માં થયો હતો.
જણાવી દઈએ કે, સુરતના એક પ્રોફેસર આ અકસ્માતમાં માંડ માંડ બચ્યા છે. આ ઘટના વલસાડના ગુંદલાવ નજીક સર્જાય હતી. અને આ અકસ્માતમાં સુરતના પ્રોફેસરનો ચમત્કારિક રીતે બચાવ થયો છે.જો તમે આ અકસ્માતની તસવીરો જોવો તો તમને પણ એમ જ લાગશે કે આ અકસ્માતમાં કોઈ બચ્યુ નઈ હોય.
પરંતું આ અકસ્માતમાં સુરતના એક પ્રોફેસર બચી ગયા છે. આ પ્રોફેસરનું નામ આશિષ ધાનાણી ઉર્ફે રાજ સર છે. રાજ સુરતથી વલસાડ જવા માટે નીકળ્યા હતા. સુરતથી વલસાડ જતી વખતે ગુંદલાવ પાસે તેમણે ગુગલ મેપમાં રસ્તો જોવા માટે તેમની કાર ઉભી રાખી હતી. અને ત્યારે સમયે રોંગ સાઈડથી આવતા એક કન્ટેનર તેમની કાર પર આવીને પલ્ટી ગયુ હતું.
આ ઘટનામાં આખી કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. પરંતુ સમય સર એરબેગ ખૂલી જતા પ્રોફેસરનો જીવ બચી ગયો હતો. અમદાવાદ મુંબઈ હાઇવે પર કાર ઉભી હતી ત્યારે કન્ટેનર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા કન્ટેનર કાર પર પડ્યું. આ ઘટનામાં કાર ચાલક અંદરજ ફસાયો હતો. ત્યાર બાદ કાર ચાલક અને કન્ટેનર ચાલક બંનેને સ્થાનિકોએ બહાર કાઢ્યા હતા.
આ ઘટનામાં કાર ચાલકનો ચમત્કારીક બચી ગયો છે અને કન્ટેનર ચાલકને સામાન્ય ઇજા થઇ છે. ત્યાર બાદ ત્યાં મોજુદ લોકોએ 108 મારફતે કન્ટેનર ચાલકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. આ ઘટનાને કારણે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે 48 પર એક કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયું હતું. ત્યાર બાદ રૂરલ પોલીસે ત્યાં આવીને ટ્રાફિક હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.