સુરતમાં એક પીએસઆઈને મળી આઈટી કંપનીમાં ભાગીદારી: કામ છે કોડ ચોરી કરી આપવાનું- વાંચો આખો ખેલ

વાત એવી છે કે હાલમાં સુરતમાં આઇટી ઇન્ડસ્ટ્રીએ (Surat IT Hub) બહોળો વ્યાપ કર્યો છે જે હીરા ઉદ્યોગમાં હીરા ચોરી થાય તેવી રીતે આઇટી ઇન્ડસ્ટ્રીમાં…

વાત એવી છે કે હાલમાં સુરતમાં આઇટી ઇન્ડસ્ટ્રીએ (Surat IT Hub) બહોળો વ્યાપ કર્યો છે જે હીરા ઉદ્યોગમાં હીરા ચોરી થાય તેવી રીતે આઇટી ઇન્ડસ્ટ્રીમાં (Surat IT Hub) પણ પ્રોગ્રામ કે એપ્લિકેશન કે વેબસાઈટ ના કોડ ચોરી થતા હોય છે નાના મોટા સ્કેમ થતા હોય છે આવી નાની મોટી ફરિયાદોની અરજી પોલીસ સ્ટેશનમાં આવતી હોય છે. પણ સુરતની પોલીસને હવે ગુનાખારી શોધવાને બદલે આઈટીના ધંધામાં ભાગીદારીઓ માં રસ લાગી ગયો છે.

અરે સુરતના એક એવા પીએસઆઇ ની આજે વાત કરી રહ્યો છું જેણે આવી જ એક કોડ ચોરીની અરજીમાં હું જોઈ લઈશ એવી ધમકી અપાઈ હતી તેની અરજીના આધારે આ પીએસઆઇ એ આઈટી એન્જિનિયર સાથે ભાગીદારી કરી નાખી છે અને કોડ ચોરી કરવામાં ફરિયાદીને મદદ કરી દીધી અને મફતમાં ભાગીદારી મેળવી લીધી શું છે સમગ્ર ઘટના ચાલો જાણો….

વાસ્તવમાં સુરતના એક પોલીસ સ્ટેશનમાં એક અરજી આવી કે મારા જુના ભાગીદારે મને મારવાની ધમકી આપી છે. કારણ કે મેં તેના કોડ ચોરી કર્યા હતા. બસ પછી તો શું પોલીસ સ્ટેશન એ ફરિયાદી અને આરોપી બંનેને બોલાવાયા અને નાની અમથી રકમ લઈને બંનેને સમાધાન કરાવીને ઘરે મોકલી દીધા. પણ પાછળથી જેની વિરુદ્ધમાં ફોન પર ધમકી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, એ આઈ.ટી એન્જિનિયર ને આ પીએસઆઇ સાહેબ એ બોલાવ્યા અને પોલીસ સ્ટેશનના ઉપરના માળે એકાંતમાં લઈ જઈને તેનો ફોન લઈ લીધો અને દમદાટી મારીને તેના ફોનના તમામ ડેટા પોતાના ફોનમાં ટ્રાન્સફર કરી લીધા. જેથી આ પીએસઆઇએ જે અરજી કરનારો હતો તેની સાથે ભાગીદારી કરીને કોડ અપાવી શકે. કોડ લઈ લીધા બાદ આ અસંતુષ્ટ પીએસઆઇ કેસ ન કરવાના પાંચ લાખ રૂપિયાની પણ માંગણી કરે છે.

લાચાર આઇટી એન્જિનિયર પોલીસના સંઘર્ષમાં આવવાના ડરથી પોતાનો ફોન આપી દે છે અને તમામ ડેટા કોપી કરવા દે છે. ડરના માર્યો આ આઇટી એન્જિનિયર કોઈને કહેતો પણ નથી. પણ ખોટું એ ખોટું છે, સાહસ કરીને તે ત્રિશુલ ન્યુઝ સુધી પહોંચે છે અને પોતાની આપ વીતી કહે છે. આ બાબતે ત્રિશુલ ન્યુઝના માધ્યમથી આ પીએસઆઇ ને ફોન કરતા પીએસઆઇ ને ડર લાગી ગયો અને પછી પાંચ લાખની ઉઘરાણી બંધ કરી દીધી. પણ પેલા પીએસઆઈ કોડ ચોરીને અરજદાર સાથે મળીને તેની સાથે મફતમાં ભાગીદાર તો બની જ ગયા હો… એટલે જ કહેવું છે, સુરતની પોલીસને હવે ગુનાખારી શોધવા નહીં બદલે ધંધામાં ભાગીદારીઓ માં રસ લાગી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *