RTO Golden Number: સુરતના લોકોને કાંઈ એમને એમ મોજીલી પ્રજા નથી કહેવવામાં આવતી. તેની પાછળના અનેક કારણો છે. સુરતીઓ ખાવા પીવાના શોકીન હોય છે. સૌથી વધુ મોજશોખમાં સુરતીઓ આગળ હોય છે ત્યારે આજે આ મોજીલી પ્રજાને મોજીલી કહેવાનું બીજી એક કારણ પણ સામે આવી ગયું, ત્યારે શું છે ચાલો જાણીએ…સુરત RTO દ્વારા મોટરિંગ પબ્લિકની સગવડતા ખાતર વાહનોના ગોલ્ડર અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી ખાતર ઈ-ઓકસન શરૂ કરવામાં આવ્યું હતુ. જેમાં LMV ( ફૉર વ્હીલર) માટે 0001 નંબર માટે સૌથી વધુ રૂ. 11.95 લાખ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી.ત્યારે હવે તમે સમજી જ ગયા હશો કે શા માટે સુરતીઓને આટલા મોજીલા કહેવવામાં આવ્યા છે.
419 બીડરો પોતાની પસંદગીનો નંબર મેળવવામાં સફળ થયા
આ અંગે સુરત RTO અધિકારીએ જણાવ્યું કે, ગુજરાતના અલગ-અલગ RTO દ્વારા વાહનોના પસંદગીના નંબર મેળવવા માટે પ્રસંગોપાત ઈ-ઓક્સનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જેમાં પોતાની પસંદગીનો નંબર મેળવવા ઈચ્છુક વાહન માલિકો ભાગ લેતા હોય છે. તેઓ બીડિંગની પ્રક્રિયા દ્વારા પોતાના વાહન માટે મનપસંદ નંબર મેળવતા હોય છે. સુરત RTO દ્વારા પણ નવરાત્રિના ભાગરૂપે આવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 446 જેટલા વાહન માલિકોએ ભાગ લીધો હતો. જે પૈકી 419 બીડરો પોતાની પસંદગીનો નંબર મેળવવામાં સફળ રહ્યા હતા.
11.95 લાખ રૂપિયાની બોલી 0001 એક નંબર માટે લગાવવામાં આવી
જેમાં સૌથી વધુ રૂ. 11.95 લાખ રૂપિયાની બોલી 0001 એક નંબર માટે લગાવવામાં આવી હતી. આ સિવાય 1111 માટે રૂ. 2.22 લાખ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી. જ્યારે 3535 નંબર મેળવવા માટે વાહન ધારકે રૂ. 98 હજાર ચૂકવ્યા છે. જણાવી દઈએ કે, દિવાળીના તહેવારો વખતે પણ સુરત RTO દ્વારા આવી જ ઈ-ઓક્સનની પ્રક્રિયા હાથ ધરવામાં આવવાની છે. આથી જે વાહન ધારકો પોતાના વાહન માટે મનગમતા નંબર મેળવવા માંગતા હોય, તેઓએ ઈ-ઓક્સનમાં ભાગ લઈને પોતાની પસંદગીનો નંબર મેળવી શકે છે.ત્યારે આ રીતે લાખો રૂપિયાની બોલી લગાવીને સુરતીઓ આરટીઓની કચેરી ભરી રહ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App