The Radiant International School: ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ધોરણ-10 અને 12ના વિદ્યાર્થી ફેબ્રુઆરી/માર્ચ-2025 બોર્ડની પરિક્ષાઓ સફળતા પૂર્વક અને નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે “વસિષ્ઠ જ્ઞાન-સફળતા યજ્ઞ” સાથે તિલક સેરેમની અને વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ યજ્ઞ કરાવવાનો (The Radiant International School) મુખ્ય હેતુ વિદ્યાર્થીમાં ભારતની અતિપ્રાચીન રીત રીવાજો અને સંસ્કૃતિને અપનાવે તેમજ તેના મુલ્યોને જીવનમાં ઉતારે જેથી દેશ માટે શ્રેષ્ઠ નાગરિકનું સર્જન કરી શકે. સાથે સાથે વિદેશી સંસ્કૃતિથી દુર રહી શકે તેવા હેતુથી આ આયોજન કરવામાં અવાયું હતું. તેમજ સુરતની આ પ્રથમ સ્કૂલ છે કે જેમને વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ સંસ્કૃતિક પરંપરા મુજબ કર્યો છે “વસિષ્ઠ જ્ઞાન-સફળતા યજ્ઞ” વાલીઓએ પ્રશંસનીય રીતે આવકાર્યો હતો અને શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે વિદ્યાર્થીમાં સિંચન કરી રહેલા આ સંસ્કારો માટે તેમને શાળા પરિવારનો ધન્યવાદ માન્યો હતો.
ધી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કુલ દ્વારા અનોખો વિદાઈ સમારંભ
ધી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કુલ દ્વારા ધોરણ-10 અને 12ના વિદ્યાર્થી ફેબ્રુઆરી/માર્ચ-2025 બોર્ડની પરિક્ષાઓ સફળતા પૂર્વક અને નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે શાળાના મેનેજીંગ ડીરેકટર કિશનભાઈ માંગુકિયા અને શાળા આચાર્ય દ્વારા “વસિષ્ઠ જ્ઞાન-સફળતા યજ્ઞ” ને સંદર્ભ બનાવીને ધોરણ 10-12ના વિદ્યાર્થી માટે તિલક સેરેમની અને વિદાય સમારંભનું આયોજન કર્યું હતું. આ યજ્ઞ કરાવવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીમાં ભારતની અતિપ્રાચીન રીત રીવાજો અને સંસ્કૃતિને અપનાવે તેમજ તેના મુલ્યોને જીવનમાં ઉતારે જેથી દેશ માટે શ્રેષ્ઠ નાગરિકનું સર્જન કરી શકે. સાથે સાથે વિદેશી સંસ્કૃતિથી દુર રહી શકે.
545 જેટલા વિદ્યાર્થી યજ્ઞમાં જોડાયા હતા
આ ઉપરાંત જયારે વિદ્યાર્થીઓમાં વેસ્ટર્ન કપડા અને વેસ્ટર્ન વિચારોનો મોહ વધ્યો છે. જેને લીધે વિદ્યાર્થી ભારતની સંસ્કૃતિથી દુર થતા રહ્યા છે અને નૈતિક મુલ્યોથી પણ દુર થતા રહ્યા છે તેને જાળવી રાખવા માટે ધોરણ 10 અને 12ના 545 જેટલા વિદ્યાર્થીને આ યજ્ઞમાં જોડી ફેબ્રુઆરી/માર્ચ-2025 બોર્ડની પરિક્ષાઓમાં અભૂતસફળતા મેળવે તે સંકલ્પ આ યજ્ઞના માધ્યમથી લેવાયો હતો.
સુરતની આ પ્રથમ સ્કૂલ છે કે જેમને વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ સંસ્કૃતિક પરંપરા મુજબ “વિજય યજ્ઞ” કરી વિદ્યાર્થી બોર્ડ પરિક્ષામાં સફળ થાય તે ઉદેશ્ય હતો. જેમાં શાળાના 50થી વધુ શિક્ષકો અને શાળાના કેમ્પસ ડાયરેક્ટર આશીષ વાઘાણી જોડાયા હતા અને શાળાના આચાર્ય ડૉ વિરલ નાણાવટી અને માલકમ પાલિયા દ્વારા તેનું સફળ આયોજન તેમજ સંકલન કર્યું હતું.
વિદ્યાર્થીના સફળતા માટે કરેલ આ “વસિષ્ઠ જ્ઞાન-સફળતા યજ્ઞ” વાલીઓએ પ્રશંસનીય રીતે આવકાર્યો હતો અને શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે વિદ્યાર્થીમાં સિંચન કરી રહેલા આ સંસ્કારો માટે તેમને શાળા પરિવારનો ધન્યવાદ માન્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App