હાલમાં સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે. ચોરો પોલીસની નિષ્ક્રિયતાનો ભરપૂર લાભ લઇ રહ્યા છે. સુરત પાલ રોડ પર આવેલા મંદિરને નિશાન બનાવી ચોરી કરી હતી. આ મંદિરમાં છ મહિના આશ્રમમાંથી ચાર દાનપેટીની ચોરીનો ભેદ હજી ઉકેલાયો નથી ત્યાં વળી ચોરીની ઘટના બનતા અનેક સવાલ ઉભા થયા છે. જોકે, ચોરી કરવા આવેલા ચોરો સીસીટીવીમાં કેદ થયા હતા.
મળતી માહિતી મુજબ સુરતમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. સતત રાત્રી દરમિયાન કોઈને કોઈ જગ્યાને નિશાન બનાવી ચોરી કરતા હોય છે. જોકે, રાત્રી દરમિયાન અને તેમાં પણ મેઈન રોડની દુકાન અથવા મકાનને નિશાની બનાવી ચોરો જાણે પોલીસને ચેલેંજ આપી રહ્યા છે.
સુરતના એક મંદિરને નિશાન બનાવી ચોરી કરી ફરાર થઇ જવાની ઘટના સામે આવી છે. સુરતના પાલ રોડ પર આવેલ અટલ આશ્રમ ખાતે ગઈ કાલે ચોરોએ મંદિરમાં રહેલી દાનપેટીની ચોરી કરી ભાગી ગયા હતા.
જોકે, ચોરી કરવા આવેલા ચોરો મંદિરના સીસીટીવીમાં કેદ થઇ જતા પોલીસે સીસીટીવીની મદદથી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ મંદિરમાં આજથી છ મહિના પહેલા ચપ્પુ સાથે ઘુસી જઇ ચાર દાન પેટીની ચોરીનો કસબ અજમાવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.
તસ્કરોએ છ મહિનામાં બીજીવાર મંદિરને બનાવ્યું નિશાન:
સુરત પાલ રોડ પર આવેલા મંદિરને નિશાન બનાવી ચોરી કરી હતી. આ મંદિરમાં છ મહિના આશ્રમમાંથી ચાર દાનપેટીની ચોરીનો ભેદ હજી ઉકેલાયો નથી ત્યાં વળી ચોરીની ઘટના બનતા અનેક સવાલ ઉભા થયા છે. pic.twitter.com/xKvnGtgCIN— Trishul News (@TrishulNews) February 15, 2021
ચોરીનો કસબ અજમાવનાર ટોળકીને હજી પોલીસે પકડી નથી. ત્યાં વળી ચોર ટોળકીએ વધુ એક વખત અટલ આશ્રમને નિશાન બનાવ્યું હતું. આમ સતત ચોરો મંદીરને પોતાનું નિશાન બનાવી રહ્યા છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ચોરો મેઈન રોડ પર આવેલા મંદિર કે દુકાનને નિશાન બનાવી ચોરી કરી પોલીસને ચેલેંજ આપી રહ્યા છે.
ત્યારે પોલીસ રાત્રી દરમિયાન કામગીરી જગ્યા પર કોરોના નામે લોકોને હેરાન કરવા સાથે દંડને તોડ કરવા સિવાયની કામગીરી કરતી નથી અને આ તકનો લાભ તસ્કરો ઉઠાવી રહ્યા છે. ત્યારે આ ચોરી અંગે મંદિર મહંતે અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle