IPLની શરુઆત થતાંની સાથે જ સુરતમાં બુકીઓ ગેલમાં આવી ગયા છે. બીજી બાજુ પોલીસ દ્વારા પણ બુકીઓને પકડી પાડવા માટે નેટવર્ક કામે લગાવ્યુ છે. આ દરમ્યાન PCBએ વરાછા L.H.રોડ વિસ્તારમાંથી તથા કતારગામ પોલીસે ધનમોરા ચાર રસ્તાની નજીક આવેલ એપાર્ટમેન્ટમાં રેડ પાડીને IPLની મુંબઈ ઈન્ડીયન્સ તથા કિંગ ઈલેવન પંજાબની મેચ પર સટ્ટો રમાડતા એક-એકને પકડી પાડવામાં આવ્યા હતા.
પોલીસે બંને કેસમાં રોકડ રકમ, મોબાઈલ સહિત કુલ 82,000 રૂપિયાની ઉપરાંત મુદ્દામાલ કબજે કર્યો છે. કતારગામ પોલીસે માહિતીને આધારે કતારગામ ઘનમોરા ચાર રસ્તા પાર્થ કોમ્પ્લેક્ષમાંથી IPLની મુંબઈ ઈન્ડીયન્સ તથા કિંગ ઈલેવન પંજાબ વચ્ચેની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા કતારગામ લલીતા પાર્ક સોસાયટીમાં રહેતો ગૌતમ નીતીન ભાટીયાને પકડી પાડવામાં આવ્યો હતો.
ગૌતમ ભાટીયા મોબાઈલમાં ગેલેક્ષી એક્ષ્સ, કોમ નામની વેબસાઈટ પર IPLની મુંબઈ ઈન્ડીયન્સ તથા કિંગ ઈલેવન પંજાબની વચ્ચે રમાતી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હતો. પોલીસે ગૌત્તમની પાસેથી કુલ 19,850ની રોકડ મળી કુલ 25,850 રૂપિયાનો મુ્દામાલ કબજે કર્યો હતો.
પુછપરછમાં ગૌતમે ઓનલાઈન વેબસાઈટ દ્વારા પર્સનલ ID તથા પાસવર્ડ આપીને મેચમાં ભાવ સંજય નામના બુકીએ આપતો હોવાની કબુલાત કરતા પોલીસ દ્વારા એને વોન્ટેડ બતાવવામાં આવ્યો છે. જયારે અન્ય બનાવમાં PCBના હેડ કોન્સ્ટેબલ સંતોષભાઈ સાહેબરાવ તથા અનિરુધ્ધ કતુરદાનને મળેલ માહિતીને આધારે વરાછા વિસ્તારમાં આવેલ LH રોડ બાપા સીતારામ મઢુલીની પાસે નિલકંઠ સોસાયટીમાં આવેલ કાજલ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં દરોડા પાડવામાં આવ્યાં હતા.
આ દરોડામાં કમલેશ ગીરધર વાંઢેર ઈન્ડીયન પ્રીમીયર લીંગ-2020 ટુર્નામેન્ટની કિંગ ઈલેવન પંજાબ તથા મુંબઈ ઈન્ડીયન્સ ટીમની ક્રિકેટ મેચ પર ગ્રાહકોની સાથે કોલ પર પૈસા લગાવીને હાર-જીતનો જુગાર રમતા પકડાયો હતો. PCBએ કમલેશની પાસેથી કુલ 18,600ની રોકડ તેમજ TV, મોબાલ કુલ 5 નંગ મળીને કુલ 56,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં કમલેશે રાજસ્થાનમાં આવેલ નાગોરનાં મહેન્દ્ર ઉર્ફે મહેન્દ્ર નાગોર નામના બુકીનું નામ આપતા એને વોન્ટેડ બતાવવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle