સુરત ટેક્સટાઇલ આગ 30 કલાકે કાબુમાં આવી: વેપારીઓના બુરા હાલ, થયું આટલા કરોડનું નુકસાન

Surat shivshakti market fire: સુરતમાં આવેલી શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ 26 કલાકથી વધુના સમય બાદ મહદઅંશે કાબૂમાં આવી છે અને હાલ કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. સતત બે દિવસથી લાગેલી આગના કારણે કાપડનો મોટા પ્રમાણમાં જથ્થો બળીને ખાખ થઇ (Surat shivshakti market fire) ગયો છે અને કરોડોનુ નુકાસન વેપારીઓને થયું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.

કરોડપતિમાંથી રોડપતિ બન્યા સુરતના વેપારીઓ
સુરતના શિવશ્કિત ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરી રોજ આગની ઘટના બની હતી. જે બાદ ગતરોજ સવારે 7 વાગ્યાના અરસામાં ફરી ભીષણ આગ લાગી હતી. ટેક્સટાઈલ માર્કેટમાં કાપડની દુકાનો હોવાથી ખૂબ મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો બળીને ખાક થઈ જતાં વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. માર્કેટમાં આગની ઘટનાથી કરોડો રૂપિયાનું નુકશાનનો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે. આજે પણ મનપા કમિશ્નર શાલીની અગ્રવાલ ઘટના સ્થળે પહોંચીને અધિકારીઓ પાસેથી પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

અલગ અલગ ફાયર સ્ટેશનોની 31 ગાડીઓ સ્થળ પર પહોંચી હતી
ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાતા સુરતના અલગ અલગ ફાયર સ્ટેશનોની 31 ગાડીઓ સ્થળ પર પહોંચી ગઇ હતી. આ ઉપરાંત ક્રિભકો,અદાણી,ઓએનજીસી,કલરટેક્સ, રિલાયન્સ, એનટીપીસી અને નવસારી અને બારડોલી નગર પાલિકાની પણ ગાડીઓ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી.

ટ્રાફિકને ડાઇવર્ટ કરવામાં આવ્યોઃ ફોસ્ટાના પ્રમુખ
ફોસ્ટાના પ્રમુખ કૈલાશભાઈ હકીમે જણાવ્યું હતું કે, આગ લાગી ત્યારથી ફાયર બ્રિગેડ અને પોલીસની સાથે ફોસ્ટનાની સમગ્ર ટીમ કામે લાગી છે અને આગ બુઝાવવાનો પ્રાયસ કરવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગની ગાડીઓને અહીં આવવામાં મુશ્કેલી થઇ રહી હોવાથી રાત્રે નિર્ણય લેવામાં આવ્યો હતો કે કમલા માર્કેટથી લઇને સાલાસર ગેટ સુધીના તમામ માર્કેટ એક દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ ટ્રાફિકને ડાઇવર્ટ કરવામાં આવ્યો છે.

કરોડો રૂપિયાનું નુકશાન થયુંઃ વેપારી
વેપારીએ કહ્યું કે કરોડો રૂપિયાનું નુકશાન થયું છે, મારી ત્રણ દુકાન હતી, ફાયર વિભાગની ટીમે સારું કામ કર્યું છે. દિવસ રાત તેઓએ મહેનત કરી છે. હું 20 વર્ષથી સુરતમાં વેપાર કરું છું, આ ઘટનાથી અમે તમામ વેપારીઓ ખુબ જ દુઃખી છીએ.ઉલ્લેખનીય છે કે મંગળવારે સાંજે શિવ શક્તિ માર્કેટમાં આગ લાગી હતી જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. બીજી તરફ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ બીજા દિવસે એટલે કે બુધવારે સવારે ફરી આગ ભભૂકી ઉઠી હતી જે હજુ પણ કાબુમાં આવી નથી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનુ નિવેદન સામે આવ્યું છે. સમગ્ર બાબતે તેઓ જણાવ્યું હતું કે શિવ શક્તિ માર્કેટમાં આગ લાગી હતી, જેમાં તમામ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પોહોંચીને કામગીરી શરૂ કરી હતી. આગની ઘટનાને લઇ અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. અને થોડેઘણે અંશે આગ પર કાબૂ આવ્યો છે. ત્યારે સમગ્ર ઘટનાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સતત વિગતો મેળવી રહ્યા છે. અને તેઓ લોકોને મદદ કરી શકાય તેના માટે ચર્ચા કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

500થી 1000 કરોડનું નુકસાન
આ આખા માર્કેટને 500થી 1000 કરોડનું નુકસાન છે. આ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગી હતી. કેટલાક વેપારીઓ પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવે છે તો કેટલાક માર્કેટના સંચાલકો સામે ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. કેટલાક એવી પણ ચર્ચા કરી રહ્યાં છે કે આગ આકસ્મિક રીતે લાગી છે કે પછી કોઈએ લગાવી છે? આવા અનેક તર્ક સાથે હવે આગ લાગવાના કારણ શોધવા સાથે જવાબદારો પણ શોધવા માટેની માંગણી થઈ રહી છે. શિવશક્તિ માર્કેટ પાસે ફાયર એનઓસી છે પણ આગ કઈ રીતે લાગી અને આટલી વિકરાળ કેવી રીતે બની તે તપાસનો વિષય બન્યો છે.