સુરત બન્યું ક્રાઈમ સીટી: એક જ રાતમાં હત્યાની બે ઘટના, આરોપીઓ CCTVમાં થયા કેદ

સુરત(ગુજરાત): આજકાલ સુરતમાં ગુનાખોરી અને હત્યા જેવા બનાવો સતત વધી રહ્યા છે. એમ પણ કહી શકાય કે આ બધા માટે પોલીસ જ જવાબદાર છે. કારણ કે, પોલીસ રાત્રી દરમિયાન પેટ્રોલિંગ નથી કરતી તેનો લાભ અસામાજિક તત્વો ઉઠાવી રહ્યા છે. આ દરમિયાન ગઈકાલે રાત્રે ઉધનામાં હત્યાની ઘટનાના ગણતરીના કલાકોમાં ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકને ત્રણ જેટલા વ્યક્તિઓને લાકડીના ફટકા મારી તેની હત્યા કરી નાખેલી લાશ મળી આવતા હોબાળો મચી જવા પામ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા સીસીટીવીના આધારે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

સુરત શહેર ટ્વીન સિટી તરફ આગળ વધી રહ્યું છે. દરરોજ સવાર પડેને હત્યા, ચોરી, લૂંટ તેમજ બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે દરરોજ રાત્રે સુરતના ઉધના વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવતમાં હત્યાની ઘટના સામે આવી હતી તે વિસ્તારને અડીને આવેલા વડોદરા પંચાયત નગરમાં ફટકા વડે એક યુવકની કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જોકે, મોડી રાત્રે તેની જાણકારી ઉચા કોટડા પોલીસ દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. આ વ્યક્તિ તે વિસ્તારમાં રહેતો અને ફૂટપાથ પર રહેતો હોવાનું સામે આવ્યું હતું અને આ યુવકની હત્યા આ જ ત્રણ જેટલા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી હોવાના અંદાજના આધારે વિસ્તારના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા.

સીસીટીવીમાં ત્રણ જેટલા વ્યક્તિઓને લાકડીના ફટકા સાથે સીસીટીવીની સામેથી પસાર થતા જોવા મળ્યા હતા. જોકે, સીસીટીવી આવતાની સાથે જ પોલીસ દ્વારા આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પણ એક જ રાત્રિમાં હત્યાની બે ઘટનાઓ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો.

જોકે, આ વિસ્તારના માત્ર એક કિલોમીટર દૂર જ બીજી હત્યાની ઘટના બનતા પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, આ મામલે પોલીસ દ્વારા આરોપીઓને ક્યારે કેવી રીતે અને કેટલી ઝડપથી ઝડપી પાડવામાં આવે તે તો સમય આવે ત્યારે ખબર પડશે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં અવર-નવાર યુવકો ઉપર હુમલો થયાની ઘટના બનતી રહે છે. શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *