Surat News: ગુજરાતમાં ફરી એક વાર વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સાતમા માળેથી પટકાતા બે વર્ષીય બાળકનું મોત થયું છે. સુરતના પાલ વિસ્તારમાં પાલ શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડીંગમાં આ ઘટના બની છે. હાઉસકીપિંગનું કામ કરતી માતા બાળકને પોતાની સાથે કામ(Surat News) પર લઈ ગઈ હતી. બે વર્ષનું માસૂમ બાળક 7માં માળે ગેલેરીમાં રમતું હતું અને માતા કામ કરી રહી હતી, તે દરમિયાન બાળક રમતા રમતા સાતમા માળેથી નીચે પટકાયું હતું.
હ્રદયનો ધબકારો ચૂકવી દેતી ઘટના
સુરત માં માતાપિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.જેમાં માત્ર બે વર્ષ નું નાનું બાળક સાત માં માળેથી નીચે પટકાતા મોત થયું હતું. મૂળ ગીર સોમનાથ જિલલાના વતની અને હાલ વરાછા રોડ ખાતે વર્ષા સોસાયટી- 2માં રહેતા નવનીત કલસરિયા હીરા મજુરી કરી પત્ની અને બે વર્ષીય પુત્ર ભવ્યનું ગુજરાન ચલાવે છે. શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડિંગમાં મહિલા હાઉસકીપિંગનું કામ કરવા આવી હતી.માતા કામ કરી રહી હતી,તે દરમિયાન બાળક રમતા રમતા સાતમા માળેથી નીચે પટકાયું. બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યુ હતુ. પરંતુ સિવિલના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો છે. આ સમગ્ર ઘટના અંગે પાલ પોલીસે તપાસ હાથ ધરી છે.
ગંભીર ઇજાના પગલે બાળકનું મોત
હચમચાવનારી આ ઘટના અન્ય માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો છે. હાલ પાલ પોલીસે અકસ્માતની ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે.બાળક જ્યારે રમી રહ્યું હતું તે દરમ્યાન બાજુ મા મુકવામાં આવેલી જે લોખંડ ની રેલિંગ છે તેમાંથી રમતા રમતા પ્રથમ તેમણે પગ બહાર કાઢયા હતા.
ત્યારબાદ બેલેન્સ ગુમાવતા બાળક આખું બહાર આવી ગયું હતું.આ બાળકે ઘણા સમય સુધી ત્યાં લટકી રહ્યું પરંતુ આખરે તેનો હાથ છૂટી જતા સાતમા માળેથી નીચે પટકાયું હતું અને ગંભીર ઇજાના પગલે તેનું મોત થયું હતું..આ ઘટના તમામ બાળકો ના માતાપિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો કહી શકાય.
ઘટનાનાં CCTV સામે આવ્યા
આ ઘટનાના CCTV સામે આવ્યા છે. રૂંવાટા ઉભા કરી દેનારી ઘટનાનાં CCTV સામે આવ્યા છે. બે વર્ષીય ભવ્ય બિલ્ડીંગના સાતમા માળે દાદર પાસે રમી રહ્યો હતો. તે દરમિયાન નીચે પટકાયો હતો અને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. સિવિલના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.હચમચાવનારી આ ઘટના અન્ય માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો છે. જો કે પાલ પોલીસે અકસ્માતની ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App