સુરતના પરણિત યુવકે યુવતીને લગ્નની લાલચે ભોગવી અને પડાવી લીધા લાખો રૂપિયા અને ઘરેણા- ફરિયાદ કરવા પોલીસના ધક્કે ચડી યુવતી

Paresh Maniya

શહેરના એક પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને રૂપિયા પડાવી લઈ વિશ્વાસઘાતનો ભોગ બનેલ પીડિતા ફરિયાદ  નોંધાવવા માટે તરસી રહી છે. દિવસો વીતી ગયા બાદ પણ શહેરનું એક પોલીસ સ્ટેશન બીજા પોલીસ સ્ટેશનને અરજી ટ્રાન્સફર આપી દઈ આ પીડીતાને બીજા પોલીસ સ્ટેશને મોકલાઈ રહી છે.

લગ્નની લાલચ આપી પરણિત માલેતુજાર ફેમિલીના દીકરાએ આ ફેશન ડીઝાઈનીંગ ફિલ્ડમાં મોટુ નામ ધરાવતી યુવતીને યુવકે ગર્ભવતી પણ બનાવી હતી. ગુજરાતના આસપાસના રાજ્યના અલગ અલગ સ્થળોએ સાથે ફરવા જઈ યુવતીના રૂપીયે મોજ કરી કારણકે યુવતીને આ યુવકમાં પ્રેમ દેખાતો હતો. આ યુવક પોતે માલેતુજાર હોવા છતાં યુવતીના રૂપિયા મોજ શોખ કરે છે. યુવતી આ યુવકમાં પોતાનો પ્રેમ જોઇને લાખો રૂપિયા રોકડા અને લાખોની કીમતના ઘરેણા આપે છે. બધું બરાબર ચાલે છે, અચાનક યુવતીને કેન્સર આવે છે, જેની સારવાર માટે રૂપિયા પરત માંગે છે. પણ અહિયાં આ યુવકની દાનત બગડે છે અને આ યુવતી સાથે સંબંધ તોડી નાખે છે. અને યુવતીને રૂપિયા અને પ્રેમ બંને ગુમાવવાનો અને પોતાનું શારીરક ઉપયોગ થયો હોવાનું અનુભવાય છે.

આ યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં સુરતના બે પોલીસ સ્ટેશનને કોઈ રસ નથી. ફરિયાદ ના નોંધવામાં રસ ન હોવાનું કારણ આ યુવક પોતે યુવતીને મેસેજ કે ફોન કરીને મોકલી રહ્યો છે કે યુવતીની ફરિયાદ કોઈ નહિ સાંભળે આ યુવકે પોલીસ સ્ટેશન માં સેટિંગ કરી લીધું છે. યુવકને પોલીસ સ્ટેશનમાં અરજી થયાની જાણ થતાં આ યુવક અને તેના મિત્રો જાણે પોલીસ ખરીદાઈ ગઈ હોય તેવી રીતે શેખી મારતા ફોન અને મેસેજ આ યુવતીને કરી રહ્યા છે કે પોલીસ નું સેટઅપ અમે કરી લીધું છે. અને આ સેટઅપ થયું હોય તેવો અનુભવ પણ આ યુવતીને પોલીસ સ્ટેશનમાં થઈ રહ્યો હતો.

આખરે કંટાળીને આ યુવતીએ સમાચાર સંસ્થાનો સંપર્ક કરીને પોતાની આપવીતી જણાવી ત્યારે હકીકત તપાસતા ઘણા ચોંકાવનારા ખુલાસાઓ થયા. હકીકતમાં પુરાવા મળે તો દુષ્કર્મની ફરિયાદો 24 થી 48 કલાકમાં નોંધાઈ જતી હોય છે ત્યારે પુરાવાઓ હોવા છતાં પોલીસ શા માટે ફરિયાદ નથી નોંધી રહી તે આ યુવતીના મનમાં મૂંઝવણ થઈ રહી છે. યુવતીના લાખો રૂપિયાના ઘરેણા ગીરવે મૂકી રૂપિયા ઉડાવી જનારા આ યુવક અને એના મિત્રો રૂપિયા પાછા ન આપવા પડે એના માટે આ યુવતીની ઈજ્જત ઉછાળવા સોશિયલ મીડિયામાં બેફામ પોસ્ટ પણ મૂકી રહ્યા છે.

યુવતીએ કરેલી અરજી મુજબ લાખો રૂપિયા અને લાખોના ઘરેણા વેચી દઈ અથવા ગીરવે મૂકી દઈ આ યુવકે દુશ્કર્મ અને આયોજીત છેતરપીંડી કરી છે. યુવક ને પકડવામાં કે યુવક અને તેના મિત્રો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં સુરતના પોશ વિસ્તારના પોલીસ સ્ટેશનને કોઈ રસ નથી. યુવતીએ તમામ પુરાવા પોલીસ સ્ટેશને આપ્યા હોવા છતાં પોલીસે આ બળાત્કારી અને પૈસા પડાવીને યુવતીને તરછોડી દેનાર યુવકને બોલાવવાની તસ્દી નથી લીધી.

યુવતી છેલ્લા છ મહિનાથી આ યુવકના સંપર્કમાં આવી હતી યુવતી પોતે મોટો બિઝનેસ ચલાવે છે. જેની લાખો રૂપિયાની આવક પણ છે આ યુવતીને ખરીદવાની કોશિશ પણ કરાઈ હતી, પરંતુ આ યુવતીને ન્યાય પર ભરોસો છે પરંતુ આ ન્યાય તેને ક્યારે મળશે તેની ખબર નથી ત્યારે હવે જોવું રહ્યું કે ન્યાય ઝંખતી આ યુવતીને કયા બાહોશ અધિકારી પ્રામાણિકતાથી ન્યાય અપાવે છે.