વિદેશ પ્રવાસે જતા સુરતીઓ વિદેશથી ડ્યુટી ફ્રીમાંથી (Duty Free) બે લીટર દારુ લાવી શકતા હોય છે, જેને પોલીસ પણ નિયમાનુસાર લાવવા દેતી હોય છે, પરંતુ આ બોટલો ભેગી કરીને બજારમાં ઊંચા ભાવે વેચવા જતા એક કરીયાણા વેપારી પોલીસ ના હાથે ચડ્યો છે, પોલીસે જડતી લેતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. બનાવની વાત કરીએ તો સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશનના અ.પો.કો. હાર્દિકસિંહ ગંભીરસિંહ તથા અ.પો.કો. જલાભાઇ સેંધાભાઇ તથા અ.પો.કો. હરદેવસસિંહ બળવંતસસિંહ નાઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી મળી હતી કે, મોટાવરાછા રીવેરા હાઇટ્સ ખાતે રહેતો વિજય રૂપાપરા નામનો વ્યક્તિ એરપોર્ટ ખાતેથી ડ્યુટી ફ્રિ મા મળતી ઇંગ્લીશ દારૂ બહારથી લાવી આર્થિક લાભ સારૂ તેમના મળતીયા આકાશ ભટ્ટી નાને વેચાણ કરવા સારૂ આપેચ છે.
આમ આકાશ ભટ્ટી દાઢી વિદેશી દારૂનુ ચોરીછુપીથી છુટક વેચાણ કરે છે, જે બાતમી આધારે રેડ કરતા પોલીસને આકાશ પાસેથી બે દારૂની બોટલ મળી આવેલ તેમજ વિજય રૂપાપરા ઘરમા છુપાવેલ તેઓના કબ્જામાંથી મળી આવેલ વિદેશી દારૂ, બ્લેક લેબલની કાચની બોટલ નંગ ૨૯ ની જેની કિ.રૂ. ૭૬,૦૦૦ રેડ લેબલની કાચની બોટલ નંગ ૨૨ ની જેની કિ.રૂ. ૫૫,૦૦૦/- મત્તા તથા મોબાઇલ ફોન નંગ-૨ જેની કિ.રૂ.૮૦,૦૦૦/- સહીત મત્તાની મળી ૧,૫૬,૦૦૦/-ની મત્તાના મુદ્દામાલ સાથે ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
પકડાયેલ આરોપી:
(૧) આકાશભાઇ જગદિશભાઇ ભટ્ટી ઉ.વ.૩૦ ધંધો- નોકરી રહે.- ડી-૫૦૩ લોટસ રેસીડેન્સી અમરોલી, સુરત શહેર
(૨) વિજયભાઇ નટુભાઇ રૂપાપરા ઉ.વ.૪૫ ધંધો- કરીયાણાનો રહે- એ-૯૦૧ રીવેરા હાઇટ્સ મોટાવરાછા, સુરત
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App