માતા-પિતા સાવધાન: નરાધમે રમાડવાના બહાને બાળકી સાથે કર્યા અડપલા, જુઓ અશ્લીલ હરકતોનો વિડીયો

Surat Viral Video: સુરતમાં ફરી એકવાર માનવ રૂપના રાક્ષસે માસૂમ બાળકીઓ સાથે શારીરિક છેડતી કરી છે. જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. CCTV ફૂટેજના આધારે ભેસ્તાન પોલીસે (Surat Viral Video) આરોપીની ધરપકડ કરી છે. બે બાળકીઓ સાથે અડપલાં કરનાર આરોપી તેમની જ સોસાયટીમાં રહેતો હતો અને બાળાઓનો ઓળખીતો હતો.:

જુઓ તો ખરા! બેશરમ યુવકની કરતૂત
તારીખ 2 જાન્યુઆરીના બપોરના સમયે બે માસૂમ બાળકીઓ પોતાની નાની સાઇકલ પર રમતી હતી. આ દરમિયાન આરોપીએ તેમને જોઈ અને તેમની નજીક ગયો. થોડા સમય સુધી આસપાસ કોઈ વ્યક્તિ નથી જોઈને તે પાછો બાળકીઓની પાસે આવ્યો હતો.

જે બાદ બેમાંથી એક બાળકીને સાઇકલ પરથી ઊંચકીને પોતાના ખોળામાં લઈ દીધી. તે એવું દેખાડવા માંગતો હતો કે તે બાળકી સાથે રમત રમે છે, પરંતુ તેનો ઇરાદો ખોટો હતો. આ આરોપીએ બાળકીને ઊંચકીને તેનાં કપડાંની અંદર હાથ નાખીને છેડતી શરૂ કરી. નજીક રમતા અન્ય ત્રણ બાળકીઓ પણ આ મૂંઝવણભર્યાં દૃશ્યો જોઈ રહ્યા હતા.

યુવકની વિકૃતતાના સીસીટીવી આવ્યા સામે
10 વર્ષથી પણ નાની ઉંમરની બે બાળાઓ સાથે થતી આ ઘટનાની તમામ વિગતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જ્યારે એક રિક્ષાવાળો ત્યાં આવી પહોંચ્યો, ત્યારે આરોપી તે સ્થળેથી હટ્યો, પરંતુ થોડા સમયમાં તે ફરીથી પાછો આવ્યો અને બીજી બાળકી સાથે પણ આ જ રીતે છેડતી કરી હતી. ભેસ્તાન પોલીસે CCTV આધારે તપાસ હાથ ધરી. આ શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડ્યો હતો અને પોક્સો અધિનિયમ હેઠળ તેની સામે આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

પોલીસે આરોપીની કરી ધરપકડ
એસીપી નીરવ ગોહિલે જણાવ્યું હતું કે, તારીખ. 2/01/2025ના રોજ બે નાની બાળકી પોતાના ઘરના આંગણે રમતી હતી, ત્યારે એક અજાણ્યા શખસે એક બાળકીને ખોળામાં ઊંચકી તેની સાથે શારીરિક અડપલાં કરીને છેડતી કરી હતી. આ ઘટના બાદ પ્રાપ્ત માહિતીના આધારે, બાળકીની છેડતી કરનારા શખસની ઓળખ મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અંસારી (ઉંમર 26) તરીકે કરવામાં આવી છે.

આરોપી ગોલ્ડન ઈન્ડસ્ટ્રીઝ, સનામીલ પાસે સંચાખાતા ખાતે નોકરી કરતો અને અક્ષાનગર કંકાલીબસ્તી, આશીયા મસ્જિદ નજીક, ઊન, સુરત ખાતે રહેતો હતો. પોલીસે આરોપીને ઝડપી પડ્યો છે અને પોલીસ સ્ટેશન લાવી, તેના પર ગંભીર ગુનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.