સુરતની પરિણતા ઉપર દુષ્કર્મ: વિડીયો ઉતારી બ્લેકમેઈલ કરી અવાર-નવાર સંબંધ બાંધવા કરતો મજબુર

હાલ અહી એક રત્નકલાકરની પત્નીને એકલતાનો લાભ લઇને પાડોસી યુવાને આ પરણિતા પર બળાત્કાર કરી તેનો વીડિયો ઉતારી દુષ્કર્મ આચર્યુ હતુ. જોકે યુવાનના ત્રાસથી પરણિતા બીજે રહેવા જતી રહી હોવા છતાં આ યુવાન વીડિયોના નામે બ્લેકમેઇલિંગ કરતો હોવાને લઈને આખરે પરીણિતાએ આ યુવાન વિરુદ્ધ સરથાણા પોલીસમાં બળાત્કારની ફરિયાદ આપતા પોલીસ દ્વારા આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. યોગી ચોક ખાતે હરીવિલા એપાર્ટમેન્ટમાં રહેતો અજય દામજી ગોયાણી જમીન દલાલ છે.

હાલમાં મહિલા અત્યાચારની સતત ફરિયાદ સામે આવી રહી છે. આ દરમીયાન વધુ એક મહિલા દ્વારા પોતાનું શારીરિક શોષણ થતું હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવવામાં આવી છે. મૂળ સૌરાષ્ટ્રના વતની 33 વર્ષની પરણિતા અને એક પુત્રી-પુત્ર સાથે રહેતા પતિ રત્નકલાકાર તરીકે કામ કરે છે. યોગી ચોક ખાતે હરીવિલા એપાર્ટમેન્ટમાં રહેતો અજય દામજી ગોયાણી જમીન દલાલ છે.

વર્ષ 2016માં તેમણે એક એપાર્ટમેન્ટમાં પાંચમા માળે પોતાનો ફ્લેટ ખરીદ્યો હતો. ત્યાં બીજા માળે રહેતા આરોપી અજય સાથે ઓળખાણ હોવાથી એકબીજાના ઘરે અવરજવર રહેતી હતી. આ દરમિયાન વર્ષ 2018ના દિવાળીના વેકેશનમાં તેમના એપાર્ટમેન્ટના મોટાભાગના લોકો વતન ગયા હતા તેમજ પરિણાતાના બંને બાળકો પણ નાના ના ઘરે વતન ગયા હતા. પરિણીતાનો પતિ કામ માટે બહાર ગયો હતો. ત્યારે અજય ઘરે આવ્યો હતો અને દરવાજો અંદરથી બંધ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

અજયે તેનો વીડિયો મોબાઈલમાં ઉતાર્યો અને ધમકી આપી કે, આ વાત કોઈને કરીશ તો વીડિયો વાયરલ કરી દઈશ. પરિણીતા સાથે તેણે આ વીડિયો દ્વારા બ્લેકમેઇલિંગ કરી અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતું. જોકે આ યુવાન સતત પરિણીતાને બ્લેકમેલ કરતો હતો. અજય નામનો યુવાન પરિણિતાને અવાર નવાર ફોન કરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી શરીર સંબંધ બાંધવા દબાણ કરતો હતો.

જોકે, તેની હેરાનગતિથી કંટાળી પરિણીતા તેના પતિને પાંચમા માળે રહેતા ફાવતું નથી તેવું કહી ઘર પણ બદલ્યું હતું. અને માલિકીનો ફ્લેટ છોડી ભાડાના મકાનમાં રહેવા ગયા હતા. પરંતુ આ યુવાન અજય પરીણિતાને ત્યાં પણ ફોન કરીને હેરાન કરવા સાથે બ્લેકમેલ કરતો હતો. જેને લઈને આ પરિણીતાએ સમગ્ર હકિકત તેના પતિને કીધી હતી. તેથી પતિએ પરણિતાને સપોર્ટ આપી આ યુવાન વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોધાંવી હતી. જેને લઈને પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી આ પાડોસી યુવાનને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં બની હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *