Andar Akshardham Shibir: સ્વપ્નદ્રષ્ટા બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે સાત દાયકાઓ પૂર્વે BAPS સ્વામિનારાયણ યુવા પ્રવૃત્તિની શરૂઆત કરી હતી. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે યુવાનોની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળી એ યુવાપ્રવૃત્તિને એક વિરાટ વટવૃક્ષમાં પરિવર્તિત કરી છે. વર્તમાનકાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં આ યુવા પ્રવૃત્તિ દ્વારા લાખો યુવાનોના ચારિત્ર્યવાન સમાજ તૈયાર થયો છે જે સંસ્થાની સેંકડો માનવ-કલ્યાણની પ્રવૃત્તિઓનો અભૂતપૂર્વ સેવાયજ્ઞ ચાલી રહ્યો છે.
BAPS સુરત યુવા પ્રવૃત્તિ દ્વારા દિવાળી વેકેશનમાં તા. ૭ થી ૧૧ નવેમ્બર દરમિયાન યુવાનોના સર્વાંગી વિકાસ માટે તીર્થધામ ગોંડલ ખાતે એક અદ્ભુત (Andar Akshardham Shibir) યુવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘અંદર અક્ષરધામ‘ શીર્ષક હેઠળ આયોજીત આ શિબિરમાં સાચા સુખનું સરનામું બતાવી યુવાનોને આઘ્યાત્મિક, નૈતિક, વ્યવહારિક, કારકિર્દી-લક્ષી, અને સામાજીક મૂલ્યોના પાઠો દૃઢાવવામાં આવ્યા હતા. ભગવાનની ભક્તિ, આહારશુદ્ધિ, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો રોજિંદા જીવનમાં વિવેક અને સંયમપૂર્વક વપરાશ, પારિવારિક એકતા, રાષ્ટ્રીય અસ્મિતા વગેરે વિષયો પર અનેકવિધ કાર્યક્રમો યોજાયાં હતાં.
BAPS સંસ્થાના વિદ્વાન સંતો અને નિષ્ણાંતોના વક્તવ્યો, વર્કશોપ, સંવાદ, સ્કીટ, ડીબેટ, ગ્રુપ ડિસ્કઝન, નૃત્ય જેવા વિવિધ માધ્યમો દ્વારા પ્રેરણાત્મક, મનનીય, અને રોમાંચક રજૂઆતો કરી અનેક વિષયો પર ઉંડાણપૂર્વકનું જ્ઞાન પીરસવામાં આવ્યું હતું. આ શિબિરમાં ગુરૂહરિ પ. પૂ. મહંત સ્વામી મહારાજે પણ વર્ચ્યુઅલી સંમિલિત થઇ યુવાનોને આશીર્વચન આપી કૃતાર્થ કર્યા હતાં. દિવાળી વેકેશનના સમયગાળામાં યુવાનોએ જ્ઞાનરૂપી દીવાથી પોતાનું જીવન પ્રજ્વલિત કર્યું હતું.
મહિમામંડિત અક્ષર દેરીમાં યુવાનોએ પ્રદક્ષિણા, મહાપૂજા કરી પોતાનું સવિશેષ ભક્તિઅર્ઘ્ય પણ અર્પણ કર્યું હતું. આ પાંચ દિવસીય શિબિરમાં (BAPS Surat) સુરત શહેરના ૩,૦૦૦ થી વધુ યુવક-યુવતીઓએ તીર્થસ્થાન ગોંડલ (BAPS Akshar Mandir Gondal) અક્ષર-મંદિરમાં રહેવા જમવાની સુંદર વ્યવસ્થાઓ સાથે જીવન ઉન્નતિના પાઠોનું ભાથું બાંધ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App