વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર કાર અને એક્ટીવા વચ્ચે ગમખ્વાર અકસ્માત, પિતા-પુત્રનાં કરૂણ મોત

ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ગઈકાલના રોજ બપોરના સમયે વિરમગામ-ધ્રાંગધ્રા (Viramgam Accident) હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક એક્ટિવા સાથે કાર ધડાકાભેર અથડાતા અમદાવાદમાં વસવાટ કરતા પિતા-પુત્રનું (Father son died in viramgam Accident) ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર બે લોકોને ઇજા થઈ હતી. કારનું ટાયર ફાટતા અમદાવાદના પિતા-પુત્રનું કમનસીબે મોત નીપજ્યું હતું.

આ સમગ્ર ઘટનાની મળતી માહિતી અનુસાર, ગઈકાલના રોજ બપોરના સમયે વિરમગામ- ધાંગધ્રા હાઈવે પર રહેમલપુર નજીક કાર અને એક્ટીવાનો ધડાકાભેરર અકસ્માત થયો હતો. આઇ-20 કારનું ટાયર ફાટતા તેમે એક્ટિવાને અડફેટે લીધું હતું જેમાં નીસબજોગ પિતા-પુત્રના કરૂણ મોત થયા હતા. કાર ચાલક હિરેન મેરજા તેની પત્ની ઇજાગ્રસ્ત, હિરેન મેરજા ના માતા નું વહેલી સવારે અકાળે મોત થતાં મોરબી ના બગથળા ગામે આવી રહ્યા હતા.

મૃતક પિતા-પુત્ર અમદાવાદના વેજલપુરના વતની હતા અને અને વિરમગામ જઈ રહ્યા હતા. જ્યારે આઇ-20માં સવારે હે મુસાફરોને ગંભીર ઇજા થતા તેમને વિરમગામ હૉસ્પિટલમાં ખસેજવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા વિરમગામ રૂરલ પોલીસ દોડી આવી હતી. અકસ્માત થતા માતા નું છેલ્લી વાર મોં ન જોઈ શક્યો,માતા ને તેના નાના ભાઈ એ સાંજે આપ્યો અગ્નિદાહ,

પુરપાટે જઈ રહેલી કારનું અચાનક ટાયર ફાટતા તે ગોથું ખાઈને ડિવાડર પર ચઢી ગઈ હતી. જોકે, તેણે એક્ટિવા ચાલકને અડફેટે લેતા પિતા-પુત્ર કાળનો કોળિયો બન્યા હતા. આ અકસ્માતના પગલે અમદાવાદના પરિવારે મોભી ગુમાવતા પરિવાર બેસહારો થઈ ગયા જેવી કરૂણતા વ્યાપી ગઈ હતી.

વિરમગામ પોલીસે ઘટના સ્થળે જઈ અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા જ્યારે અકસ્માત અંગે કારયદેસરની કાર્યવાહી કરી અને કાર ચાલકોની તપાસ શરૂ કરી હતી. કારનું ટાયર ફાટતા પિતા-પુત્રની જિંદગીનો દીવો ઓલવાઇ ગયો છે જે હાઇવે પર વાહન ચલાવતા અનેક ચાલકો માટે ચેતવણીરૂપ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *