ગુજરાતમાં અવાર-નવાર કેદીઓ પોલીસની પકડમાંથી છુટીને ફરાર થતા હોય છે. આવી ઘટનાઓ સતત સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સામે આવી છે. ઉતર ગુજરતમાં આવેલ સુરેન્દ્રનગરનાં ગાંધી સિવિલ હૉસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલ 2 કેદીઓ ફરાર થયા હોવાની માહિતી મળી આવી છે.
સુરેન્દ્રનગરની સિવિલ હૉસ્પિટલમાં કોરોના વોર્ડમાંથી બે કેદીઓ ફરાર થઇ ગયા છે. આ સમગ્ર ઘટનાની ત્યારે જાણ થઈ જયારે હૉસ્પિટલમાં કેદીઓની ગણતરી કરવામાં આવી હતી. હાલ હૉસ્પિટલ અને પોલીસ તંત્ર શોધખોળમાં લાગી ગઈ છે. હાલ પોલીસે નાસી ગયેલા કેદીઓને શોધવાની કવાયત હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કે, સુરેન્દ્રનગરના કોવિડ વોર્ડ પાસે કોઇ સીસીટીવી પણ લગાવવામાં આવ્યા નથી. આ ફરાર બે દર્દીઓ અન્ય જગ્યાના સીસીટીવીમાં ફરાર થતા ઝડપાઇ ગયા છે.
ચાદરનું દોરડું બનાવીને કેદીઓ ફરાર થયા
અત્રે ઉલેખનીય છે કે, થોડા દિવસ પહેલા ઉતર ગુજરાતમાં આવેલ સુરેનદ્રનગરની સબ જેલમાં સજા ભોગવી રહેલા 60 કેદીઓના કોરોના રીપોર્ટ કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન દરેક કેદીના કરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતાં. જે બાદ તમામને મહાત્મા ગાંધી સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આજે વહેલી સવારે કોવિડ વોર્ડમાંથી પાંચ વાગ્યાની આસપાસ સબજેલનાં બે કેદી દર્દીઓ ફરાર થઇ ગયા હતા. આજે સવારે પોલીસ અધિકારીઓએ હૉસ્પિટલમાં જ્યારે સારવાર લઇ રહેલા કેદીઓની ગણતરી કરી રહ્યાં હતાં ત્યારે આ વાતની જાણ થઇ હતી. આ બે દર્દીઓ બીજામાળેથી ચાદરની મદદથી નીચે ઉતરીને ભાગી ગયા હતાં. આ કેદીઓ ભાગ્યા ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હૉસ્પિટલની આસપાસ તહેનાત હતો. તો સવાલ એ થાય છે કે, આ બંન્ને કેદીઓ કઇ રીતે પોલીસની નજર સામેથી ભાગી ગયા.
સિવિલ હૉસ્પિટલનાં મેઇન ગેટ ઉપર સીસીટીવી કમેરા નથી
તંત્ર દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે, સુરેન્દ્રનગરનાં ગાંધી સિવિલ હોસ્પિટલનાં મેઇન ગેટ ઉપર પણ કેમેરા નથી. બંને ગેટ ઉપર સિક્યુરિટી ગાર્ડ છે પણ સીસીટીવી કેમેરા નથી. જ્યાં કેદીઓને સારવાર માટે રાખવામાં આવ્યાં હતાં તે જ હૉસ્પિટલમાં સીસીટીવી કેમેરા ન હોય તેની પર પણ ઘણાં સવાલો ઉભા થાય છે. આ બંન્ને કેદીઓ સિવિલ હૉસ્પિટલનાં કોવિડ વોર્ડનાં બીજામાળેથી ચાદરની મદદથી નીચે ઉતર્યા. જે બાદ હૉસ્પિટલમાંથી બહાર નીકળીને બીજા કપડા પણ બદલી નાંખ્યાં હતા. ફરાર થઇને કેદીઓએ કપડા બદલી નાંખ્યા હતા. જેથી તેમને કોઈ ઓળખી ન શકે.
જિલ્લાની બોર્ડરો સીલ કરાઇ
સિવિલ હૉસ્પિટલ માંથી 2 કેદીઓ ફરાર થયા હોવાના સમાચાર મળ્યા બાદ સિવિલમાં અને તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. બીજીબાજુ પોલીસ અધિકારીઓએ પણ આ બે કેદીઓને શોધવાની કવાયત હાથ ધરી છે. આ બાબતની જાણ થતા સુરેન્દ્રનગર જિલ્લાનાં ડીવાયએસપીએ જિલ્લાની બોર્ડર સીલ કરી દેવાનાં આદેશ આપ્યાં છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજની મદદથી આ બંન્ને ફરાર કેદીઓને શોધવાની તજવીજ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle