માર્ગ અકસ્માતને કારણે ઘણાં લોકોને પોતાનો તેમજ પોતાના સ્વજનોનો જીવ ગુમાવવાનો વારો આતો હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતની કુલ 2 ઘટનાઓ બની હતી. જેમાંથી એક ઘટના વઢવાણ કોઠારીયા રોડ પર પૂર્વ સાંસદ સોમા ગાંડાની કાર તથા બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આની સાથે જ સુરેન્દ્રનગર શહેરમાં આવેલ જોરાવગરના ઢાળ ઉપર ST બસ તથા ટ્રક ધડાકાભેર અથડાયા હતા. જો કે, આ બંને અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. મળી રહેલ જાણકારી મુજબ શહેરમાં આવેલ વઢવાણ કોઠારીયા રોડ પર ફોર્યૂનર કાર તથા બાઈક વચ્ચે ભયંકર અકસ્માત સમર્જાયો હતો.
આની સાથે જ સુરેન્દ્રનગર પૂર્વ સાંસદ સોમા ગાડાની કારને અકસ્માત સર્જાયો હતો. બાઈક સવારે કાબૂ ગુમાવતા કાર તથા બાઈક અથડાતા બંનેને ઈજા પહોંચી હતી. ઘટનાને કારણે વઢવાણ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. આની સાથે જ આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
અન્ય એક ઘટનાની વાત કરવામાં આવે તો શહેરની M.P. શાહ કોલેજની સામે જોરાવનગરના ઢાળ ઉપર માટીની ઈટોથી ભરેલ ટ્રકની બ્રેક ફેઈલ થઈ જતાં ડીઝલ ખાલી થઈ ગયું હતું. જેને લીધે મોરબી સુરેન્દ્રનગર ST સાથે રીવસમાં આવતો ટ્રક સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ આવી રહેલ તેમજ મુસાફરથી ભરેલી મોરબી સુરેન્દ્રનગર બસ સાથે અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle