સ્વર કોકિલા અને ‘ભારત રત્ન’ 92 વર્ષીય લતા મંગેશકર(Lata Mangeshkar) છેલ્લા એક મહિનાથી બીમાર હતા. મળતી માહિતી અનુસાર લતા મંગેશકરે 6 ફેબ્રુઆરી 2022 ના રોજ મુંબઈની(Mumbai) બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં(Breach Candy Hospital) અંતિમ શ્વાસ લીધા હતા, ત્યારબાદ મોડી સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમને જાન્યુઆરીમાં કોરોના વાયરસનો(Corona virus) ચેપ લાગ્યો હતો, ત્યારબાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તે જ દરમિયાન, Lata Mangeshkar ના અવસાન બાદ, એક વીડિયો સામે આવ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે તેઓ ગયા મહિને હોસ્પિટલમાં દાખલ થયા હતા. આ તેમના છેલ્લા દિવસોનો વીડિયો કહેવામાં આવી રહ્યો છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા Lata Mangeshkar નો આ વીડિયો જોઈને તેમના ફેન્સ ખૂબ જ ભાવુક થઈ રહ્યા છે. આ વીડિયોમાં લતા મંગેશકર ખૂબ જ નબળા દેખાઈ રહી છે. તેના ચાહકોની આ હાલત જોઈને દિલ તૂટી જાય છે.
જાણવા મળ્યું છે કે, Lata Mangeshkar ને પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ ન્યુમોનિયા થયો હતો. તેમની હાલત વધુ નાજુક બનતાં તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર પણ મૂકવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમની તબિયતમાં સુધારો થયો પરંતુ 5 ફેબ્રુઆરીએ તેમની તબિયત ફરી બગડી ત્યાર બાદ તેમને ફરીથી વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા અને 6 ફેબ્રુઆરીની સવારે મલ્ટી ઓર્ગન ફેલ્યોર થવાને કારણે તેમનું નિધન થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.