આજે સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે એક ઘટનાને લઈ જાણકારી સામે આવી છે. રાજ્યમાં આવેલ સુરત શહેરમાં તાપીના તરવૈયાઓએ આજે કોઝ-વેની સાફ સફાઈ કરીને 26 જાન્યુઆરી અંતર્ગત પ્રજાસતાક દિનની ઉજવણી કરી છે.
વર્ષોથી તાપીના પાણીમાં તરવૈયાઓ દ્વારા સ્વિમિંગથી હેલ્થી રહેવાનો સંદેશ પણ આપવામાં આવ્યો છે. હરિઓમ કોઝ વે સ્વિમિંગ ગૃપમાં કુલ 200 જેટલા સભ્યો હોવાનું તેમજ આજના શુભ દિવસે નિવૃત આર્મી તથા એરફોર્સના જવાનોની ઉપસ્તિથીમાં કોઝવે પર રાષ્ટીય ધ્વજ ફરકાવીને પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી છે.
તાપીમાં તિરંગો લહેરાવતા ગૃપના સભ્યોમાં 4 વર્ષીય બાળક આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.રાષ્ટ્રીય પર્વ સમાન આ તહેવારમાં હિન્દૂ તથા મુસ્લિમ ભાઇઓની હાજરીમાં યોજાયેલ આ કર્યક્રમમાં એક્તાના દર્શન કરાવવામાં આવ્યા છે. જે એક ખુબ ગર્વની વાત કહેવાય!
નિવૃત જવાનોના હાથે થયું ધ્વજવંદન :
ધર્મેન્દ્ર ઝવેરી કહ્યું હતું કે, આ ગૃપ અંદાજે 15-20 વર્ષ જૂનું છે. આ ગૃપમાં 4 વર્ષીય બાળક તથા 20 વર્ષથી લઈને 77 વર્ષની મહિલાઓ પણ કોઝવેમાં સ્વિમિંગ કરવા માટે આવે છે. વર્ષોથી કોઝ-વેના પાણીમાં સ્વિમિંગ કરતા આ ગૃપના સભ્યોએ અનેક ફાયર જવાનોને તથા નવયુવાનોને પાણીમાં તરવાના પાઠ શીખવ્યા છે.
જેઓ આજે એક સારા તરવૈયા તરીકે સામે આવ્યા છે. આજના દિવસે બધાં સભ્યો કેટલાંક દિવસથી મહેનત કરી રહ્યાં હતા. પૂર્વ રાત્રીએ બધાં જ સભ્યોએ આખા કોઝ વેની સાફ-સફાઈ કરીને રોડ-રસ્તા તથા કિનારા ચમકાવી દીધા હતા. આજે સવારથી જ લોકો કોઝ વેની સુંદરતા જોઈને ખુશ થઈ ગયા હતા. નિવૃત જવાનો પણ હરિઓમ ગૃપની કામગીરીથી ખૂબ જ પ્રભાવિત થયા હતા.
ચાર વર્ષનો બાળક પણ સ્વિમિંગ કરે છે :
ધવલભાઈ સોલંકી (વીઆનના પિતા) જણાવે છે કે, હું પોતે SMCનો કર્મચારી તથા એક ખુબ સારો સ્વિમર છું જેને લઈ મારા બન્ને પુત્રોને પણ સ્વિમિંગનો ખુબ શોખ છે. મોટો દીકરો રાહીલ છેલ્લા 6 વર્ષથી સ્વિમિંગ કરી રહ્યો છે અને ખેલ મહાકુંભમાં સિલ્વર મેડલ વિજેતા છે.
આટલું જ નહીં પણ પોરબંદર તથા ગોવાના દરિયામાં યોજવામાં આવતી સ્વિમિંગ કોમ્પિટિશનમાં ઉમેદવારી કરી ચૂક્યો છે. જ્યારે નાનો પુત્ર 4 વર્ષીય વીઆન હજુ જુનિયર કેજીમાં અભ્યાસ કરી રહ્યો છે તથા લોકડાઉન પછી છેલ્લા 4 મહિનાથી કોઝવેમાં સ્વિમિંગ કરતો આવ્યો છે. વીઆનને સ્વિમિંગ કરતા જોઈ કેટલાંક લોકો આશ્ચર્યમાં પડી જાય છે પરંતુ મારા તરવૈયા મિત્રોની મદદથી હાલમાં વીઆન એક ખુબ સારો સ્વિમર બનવા તરફ જઈ રહ્યો છે જેનો મને તથા મારા પરિવારને ખૂબ જ આનંદ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle